બેન્કની નોકરી જતી રહી તો, પૈસા કામવા માટે યુવક નકલી પોલીસ બની ગયો, પ્રેમી યુગલો પાસેથી પડાવતો હતો હજારો રૂપિયા..પણ થયું એવું કે…
કહેવાય છે કે લાલચ બુરી બલા હૈ, જે વધારે લાલચ કરે છે તેને આખરે પછતાવું જ પડે છે. આવી જ એક ઘટના દાંડીથી સામે આવી છે, જ્યાં યુવકનું પોલીસ બનીને ડિંગ મારવા ખુબજ ભારે પડી ગયા. નવસારીનો એક યુવક વેલેન્ટાઈન દે ના દિવસે પોતાની પ્રેમિકાને લઈને દાંડી બીચ ફરવા માટે ગયો હતો.
ત્યાં બંને એકબીજા સાથે વાતો કરતા હતા.એવામાં એક પોલીસકર્મી ત્યાં આવ્યો અને તેને આ બંનેને ધમકી આપી અને પોલીસ સ્ટેશનમાં લઇ જવાની વાત કરી હતી, પ્રેમી યુગલ ખુબજ ગભરાઈ ગયું.
તેમને કહ્યું સાહેબ અમને જવાદો પણ સાહેબ નહિ માન્યા આખરે વાતો લાંબા સમય સુધી ચાલી અને આખરે વાત સમાધાન સુધી આવી. તે પોલીસ કર્મીએ મોટી રકમ માંગી પણ આ પ્રેમી યુગલ પાસે તે રકમ નહતી,
તો ૮ હજાર રૂપિયા માં છેલ્લે ટોડ નક્કી કર્યો. યુગલ પાસે ૫ હજાર હતા તો તેમને એ સમયે ૫ હજાર રૂપિયા આપ્યા અને બાકીના પૈસા બે દિવસમાં આપવાનું કહ્યું. ૧૬ ફેબ્રુઆરીના દિવસે બીજા નંબર પરથી ફોન આવ્યો અને પૈસા આપવા માટે જણાવ્યું.
યુવકે આ વાત પોતાના બે મિત્રોને જણાવી તપાસ કરી તો આ પોલીસ અધિકારીતો નકલી નીકળ્યો.યુવક મિત્રો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને તેને બધી જ વાત જણાવી તો પોલીસે એક્શનમાં આવીને નાકલી પોલીસ બનીને ફરતા યુવકને પકડી લીધો,
તેનું નામ બ્રીજભૂષણ રાય હતું તેની સાથે પુછતાજ કરતા જાણવા મળ્યું કે તેને બેંકી નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો હતો પછી તે આવી રીતે નકલી પોલીસ બનીએ લોકોને હેરાન કરતો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.