આ યુવતી તેના પરિવારની સાથે પ્રેમીના ઘરે બેન્ડવાજા લઈને પહોંચી ગઈ, એવું તો શું કરી નાખ્યું પ્રેમીએ કે જેથી યુવતીએ આ પગલું ભર્યું ?

હાલમાં પ્રેમ-પ્રકરણના કેટલાય કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, તેવામાં અમુક કિસ્સાઓ એવા થતા હોય છે કે તેનાથી મોટી બબાલ પણ થઇ જતી હોય છે. આજે એવો જ એક કિસ્સો જાણીએ જે ઉત્તરપ્રદેશના ગોરખપુરનો છે. અહીંયા એક યુવકની પ્રેમિકા તેના પ્રેમીના ઘરે બેન્ડ લઈને લગ્ન કરવા માટે પહોંચી ગઈ હતી.

આ યુવકનું નામ સંજીવ છે અને તે આ યુવતીની સાથે યુવતી તેના માસીના ઘરે ગઈ હતી તે જ વખતે તેની સાથે પ્રેમમાં આવી ગઈ હતી. ત્યારબાદ યુવતીના ઘરેથી આ યુવક આવતો જતો રહેતો હતો,

આ યુવતી વારંવાર એવું પૂછતી હતી કે ક્યારે લગ્ન કરવા છે તો યુવક કેટલીય વખતે એવું જ કહેતો હતો કે થોડાક સમયમાં આપણે બંને લગ્ન કરી લઈશું પણ થોડાક દિવસો વીત્યા તો પણ યુવકે કોઈ જવાબ આપ્યો નઈ.

જે પ્રમાણે માહિતી મળી છે તે રીતે, આ યુવતીના ઘરેથી યુવક ૫૦૦૦૦ રૂપિયા પણ લઇ ગયો હતો, તો પણ તેની સાથે લગ્ન નહતા કર્યા. આ વાતમાં આ યુવતીને જયારે ખબર પડી સંજીવના લગ્ન થવા જય રહ્યા છે

તો યુવતી તેના પરિવારના સભ્યોની સાથે પ્રેમી સંજીવના ઘરે બેન્ડ વાજા લઈને આવી પહોંચી હતી, અહીંયા બહુ જ મોટો હોબાળો થઇ ગયો હતો. સંજીવના પરિવારના લોકોએ પણ પોલીસને બોલાવી હતી ત્યારપછી ઘણી મોટી વાર્તાલાપ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!