હવામાન વિભાગની આગાહી સાચી પડી, બનાસકાંઠામાં વરસ્યો કમોસમી વરસાદ જેથી ભૂમિ પુત્રો ચિંતામાં..
સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેની વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ તેનું જોર લગાવી રહ્યો છે.આની વિષે બે દિવસ અગાઉ હવામાન ખાતાએ કેટલીક માહિતી આપી હતી જેમાં તાપમાનનો મહત્તમ પારો ઊંચો ગયો હતો અને જેથી વરસાદ આવી શકે તેવી આગાહી પણ કરાઈ હતી.
આ આગાહીના આધારે રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળ છાયું વાતાવરણ પણ બન્યું હતું અને ઠંડા પવનો પણ ફૂંકાયો હતો,જેથી હવામાન વિભાગે એવી પણ આગાહી આપી હતી કે આવનારા દિવસોમાં વરસાદ પણ થઇ શકે છે.
તેની વચ્ચે બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો થયો હતો જેથી અમીરગઢ પંથકમાં વાતાવરણમાં બદલાવની સાથે સાથે કળાઓ પણ પડ્યા છે.તેની સાથે સાથે આજુબાજુના ગામોમાં પણ કમોસમી વરસાદ પણ વરસ્યો છે.
આ કમોસમી વરસાદને પગલે ખેડૂતો ઘણી મોટી ચિંતામાં પણ મુકાયા છે.આ કમોસમી વરસાદ અને કળાઓએ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં થયા છે.ત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે હાલમાં કુદરત લોકોને હવે કેટલું બતાવશે તેવું પણ લોકો કહી રહ્યા છે.આ કોરોનાથી એક બાજુએ લોકો એટલા કંટારી ગયા છે કે,લોકોને હવે શું કરવું.
આટલી કપળી પરિસ્થિતિમાં લોકોના ધંધાઓ અને બેરોજગાર પણ બંધ થઇ ગયા છે તેની સાથે ખેડૂતોને માત્ર એક જ રસ્તો ખુલ્લો હોય છે અને તે છે ખેતી પણ આવી રીતે કમોસમી વરસાદથી લોકોને કેટલું નુકસાન થઇ રહ્યું છે.