બાલીસણામાં પિતાના અવસાન પછી તેમની બે દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી પિતાના અંતિમ સંસ્કાર કરીને દીકરાની ફરજ નિભાવી…

આપણા દેશની બધી જ દીકરીઓ આજે દીકરાઓ સમાન બની છે અને આજે પરિવારનું નામ પણ દરેકે દરેક ક્ષેત્રે રોશન પણ કરી રહી છે. હાલમાં ઘણા એવા પરિવારોમાં મહિલાઓ પુરુષ સમોવડા બનીને પરિવારનું ગુજરાન પણ ચલાવતી હોય છે.

સાથે સાથે ઘણા એવા માનવતાના કિસ્સાઓ પણ તેઓ બેસાડતા હોય છે, હાલમાં બાલીસણામાં પિતાનું મૃત્યુ થઇ જતા તેમની બે દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી દીકરાની ખોટ પુરી કરી.

પાટણના બાલીસણા ગામમાં રહેતા તુષારભાઈનું અવસાન થઇ જતા તેમના પરિવારના તુષારભાઈની અંતિમસંસ્કાર વિધિ કરવા માટે ચિંતામાં મુકાયા હતા. તુષારભાઈને બે દીકરીઓ છે અને આ બંને દીકરીઓએ તેમના પિતાની અર્થીને કાંધ આપીને દીકરાની ખોટ પુરી કરી હતી.

આમ બંને દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.આમ બધી વિધિ પુરી કરીને બંને દીકરીઓ દીકરાઓ બની હતી અને આ જોઈને ત્યાં હાજર પરિવારના લોકો અને સબંધીઓની બધાયની આંખોમાં આ દ્રશ્યો જોઈને આંસુ આવી ગયા હતા.

હાલમાં આ દીકરીઓએ પરિવારના દીકરા બનીને સમાજમાં એક નવી રાહ ચીંધી હતી. આ દીકરીઓને જોઈને તેમના પરિવારના લોકો બધા જ રડી રહ્યા હતા.આજે બધી જ દીકરીઓ તેમના પરિવારના દીકરા બનીને પરિવારનો ટેકો બન્યા છે, આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે અને તેમાં કેટલાય લોકો માટે દીકરીઓ એક ઉદાહરણ રૂપ સાબિત થતી હોય છે. આજે કેટલાય કિસ્સાઓ જોવા મળે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!