તાઉતે વાવાઝોડાએ એક નવ માસની બાળકીને માતા વિહોણી કરી નાખી…

હાલમાં ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ તેનો કહેર વરસાવ્યો હતો. તેનાથી ગુજરાતમાં કેટલાય લોકો બેઘર બની ગયા છે, તો કેટલાય લોકોના મોત પણ થઇ ગયા છે. તેવામાં ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત પેકેજની જાહેરાત પણ કરી છે. જેમાં જે લોકોને નુકસાન થયું છે તેવા લોકોનું સર્વે કરીને તેમને રાહત ફાળવવામાં આવશે.

આ વાવાઝોડાએ મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, વાવાઝોડું તો જતું રહ્યું પણ તેની અસર હજુ સુધી જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં ધાબા ડુંગળીના એક શ્રમિક પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.

આ ધાબા ડુંગળીના આ રાઠવા પરિવાર જે ખેતરમાં રહેતો હતો, આ વાવાઝોડામાં ભારે પવન ફૂંકાવાથી દિલીપ રાઠવા અને કાંતાબેન રાઠવાના દીવાલ પડવાથી કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. જેનાથી તેમની ૯ મહિનાની એક બાળકી જે અનાથ બની ગઈ હતી.

દિલીપ અને તેની માતા બન્ને મજૂરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પણ આ બંને લોકોના મૃત્યુથી પરિવાર નોંધારો બની ગયો હોય એવું લાગી રહ્યું છે. આ આખો પરિવાર તેમનું ગુજરાન ચલાવવા માટે સરકાર સહારો બનીને કંઈક મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે.

error: Content is protected !!