બાળકને જન્મ આપતાની સાથે જ કોરોના સંક્રમિત માતાનું થયું કરુણ મોત, પરિવારની વેદના જોઈને તમે પણ રડી પડશો…

હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની વચ્ચે કેટલાય લોકોના મોત થઇ જતા હોય છે.તેમાં અવનવા કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે જે આપણને રડાવી દેતા હોય છે.કોરોનાની આ લહેરમાં દવાખાનાઓ ઉભરાઈ ગયા છે અને તેવામાં મૃત્યુ આંક પણ વધી ગયો છે.આ કોરોના કેટલાય લોકોના જીવ લઇ લે છે.

તેવામાં એક આંખો ભીની કરી નાખે તેવો એક કિસ્સો બનાસકાંઠાના ધનિયાવાડા ગામની અહીંયા એક ૨૪ વર્ષની યુવતીને કોરોના ભરખી ગયો હતો,અને તેનાથી આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું સ્થિતિ સર્જાઈ હતી.

આ મહિલા પ્રેગ્નેટ હતી અને તેની ડિલિવરી દરમિયાન જ તેનું મૃત્યુ થઇ ગયું હતું,અને તેનાથી આખા પરિવારને મોટો સદમો લાગ્યો હતો.ડિલિવરી તયાંના પછી બાળકની તબિયત પણ નાજુક હતી તેનાથી આ બાળકને પાટણની એક હોસ્પિટલમાં દાખલ કરાયું હતું.

બનાસકાંઠામાં આ કોરોનાએ કેટલાય લોકોને સપેડી લીધા છે.આ યુવતીનું નામ સરોજબેન છે અને તેમના લગ્ન બે વર્ષ પહેલા રાજસ્થાનમાં થયા હતા.તેમના શ્રીમંતના પછી તેમના પિયરમાં તેડીને લાવ્યા હતા

અને આ બાબત કુદરતને પસંદ ના હોય તેવું લાગ્યું અને તેમના ડિલિવરીના ટાઈમે જ સરોજબેન કોરોનાથી સંક્રમિત થયા હતા અને જેથી ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાય હતા.ત્યાં તેમની તબિયત વધુ બગડતા તેમને પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા,અને અહીંયા ડિલિવરી દરમિયાન તેમનું કરુણ મોત થયું હતું.

ત્યારબાદ તેમના બાળકની પણ સ્થિતિ ખરાબ હોવાથી તેને પણ દાખલ કરવામાં આવ્યું હતું.આવામાં સરોજબેનના પરિવારના સભ્યોને ઘણું દુઃખ પણ લાગ્યું હતું.

error: Content is protected !!