શેરીએ શેરીએ સાયકલ પર વેફર વેંચતા ચંદુભાઈએ કેવી રીતે બનાવી બાલાજી વેફર્સને 2000 કરોડની કંપની? જાણો તેમના સંઘર્ષ વિષે.

આજે અમે તમને જણાવીશું ભારતની સૌથી મોટી વેફર્સ બનાવતી કંપની બાલાજી વેફર્સ વિષે. ભારતીય માર્કેટમાં બાલજી વેફર્સનું સૌથી મોટું નામ છે. 10000 હજાર રૂપિયાના નાના રોકાણથી શરૂ થયેલી કંપનીએ ગયા વર્ષે 2000 કરોડનો બિજ્નેશ કર્યો હતો. આ કંપની સફળતા પાછળ સ્થપાક ચંદુભાઈ વિરાણીની સૌથી વધારે મહેનત છે. ચંદુભાઈનો જન્મ જામનગરમાં થયો હતો તેમના પિતા વ્યવસાયે ખેડૂત હતા.

તેમના ચાર ભાઈઓ હતા તેમના પિતાએ તેમના ચારે ભાઈઓને 20 હજાર રૂપિયા આપ્યા હતા. તે પૈસાથી તેમને ખેતીના સાધનોનો વ્યવસાય શરુ કર્યો પણ અનુભવ ન હોવાના કારણે તે ધંધો નિષ્ફળ ગયો.

ગામડામાં વરસાદ ઓછો હોવાના કારણે ખેતી શક્ય ન હતી. તેથી ૩ ભાઈઓ રાજકોટમાં નોકરી કરવા માટે આવી ગયા. ચંદુભાઈ એ કેન્ટીનમાં વેઈટર. વોચમેન અને ફિલ્મોના પોસ્ટર ચોટાડવા જેવા કામો કર્યા હતા. તેમની મહેનત જોઈને કેન્ટીનના માલિકે તેમને કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક આપી દીધો.

તે કેન્ટીનમાં બજારમાંથી બટાકાના વેફર્સ લાવીને વેંચતા પણ વેપારી તેમને સમયસર વેફર્સ આપી શકતો ન હતો. આ પછી તેમને 10 હજાર રૂપિયા ઈન્વેસ્ટ કરીને ઘરે જ બટાકા વેફર્સ બનાવવાના શરુ કર્યા.

શરૂઆતમાં ઘણું નુકશાન થયું પણ ચંદુ ભાઈએ હાર ન માની. તેમને વિશ્વાસ હતો કે સમય જરૂર બદલાશે. ધીરે ધીરે તેમને બીજી દુકાનોમાં પણ વેફર્સ સપ્લાય કરવાનું શરુ કર્યું. તેમને રાજકોટ GIDC માં નાની કંપની ચાલુ કરી તેનું નામ બાલાજી વેફર્સ રાખ્યું.

થોડા જ સમયમાં બાલાજી વેફર્સનું માર્કેટમાં નામ બોલવા લાગ્યું. આજે બાલાજી વેફર્સ ભારતની નંબર વન કંપની બની ગઈ. આજે બાલાજી વેફર્સ 30 થી પણ વધારે પ્રકારના નમકીન વેચે છે.

error: Content is protected !!