જીવનમાં ઘણી તકલીફો વેઠી, ઘેટાં બકરા પણ ચરાવ્યાને કોઈપણ જાતના ટ્યુશન વગર આ યુવાને IPS બનીને ઇતિહાસ રચી દીધો.
જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હોય તો આ દુનિયામાં કોઈપણ વસ્તુ અશક્ય નથી.પરિસ્થિતિ ગમે તેવી ખરાબ હોય વ્યક્તિ કઠોરમહેનત કરીને પોતાનું લક્ષ હાસિલ કરી શકે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે.
રાજસ્થાનના બીકાનેરમાં આવેલા એક ખોબા જેવડા ગામમાં ખેડૂતના ઘરે જન્મેલા પ્રેમસુખ ડેલુએ પોતાનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં વિતાવ્યું હતું, પરંતુ તેમના દ્રડ મનોબળથી આજે તેઓ IPS અધિકારી બનીને દેશની સેવા કરી રહ્યા છે.
હાલ તેઓ અમદાવાદમાં પોતાની ફરજ બજાવી રહયા છે. અત્યારે સુધી તે 12 જેટલી સરકારી પરીક્ષા પાસ કરી ચુક્યા છે. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તે 4 ભાઈ બહેન છે.
તે એટલા ગરીબ હતા કે તેમની પાસે ખેતી કરવા માટે પૂરતા પ્રમાણમાં જમીન પણ ન હતી. તેમના માતા પિતા ઊંટ ગાડી અને પશુપાલ કરીને પોતાનું ગુજરાન ચાલવતા હતા. પ્રેમસુખે કહ્યું કે બાળપણ હું ઘરકામમાં માતાપિતાની મદદ કરતા હતા.
પ્રેમેસુખ ભણવામાં ખુબજ હોશિયાર હતા. તેમની એવી હાલત હતી કે તે સમયસર ચોપડીઓ પણ નહતા ખરીદી શકતા. તેમના પિતા ગરીબ હોવા છતાં તેમને હંમેશા ભણવામાં પ્રોત્સાહન આપતા હતા.
તેમને નક્કી કર્યું કે હું મારા પરિવારને ગરીબી માંથી નિકારીને જ રહીશ. તેમને ડોક્ટર બનવું હતું પણ તે ડોક્ટરની એન્ટ્રન્સ પરીક્ષા પાસ ન કરી શક્યા માટે તેમને BA માં એડમિશન લઇ લીધું અને સાથે સાથે સરકારી પરીક્ષાની પણ તૈયારીઓ કરતા. તેઓ મામલતદાર બની ગયા.
પરિવારે કહ્યુ કે બસ હવે કઈ વધારે કરવાની જરૂર નથી પણ તેમનુ UPSC પાસ કરવાનું સપનું તે નોકરી સાથે સાથે તૈયારી પણ શરૂ રાખી અને કોઈપણ ટ્યુશન વગર તેમને UPSC પાસ કરી દીધી અને તેમનું સિલેકશન IPS માં થયું.
તેમનું પોસ્ટિંગ ગુજરાતમાં થયું છે અત્યારે તે પોતાની ફરજ અમદાવાદમાં બજાવી રહ્યા છે. પ્રેમેસુખે કહ્યું કે જીવનમાં સફળ થવાનો એક જ મંત્ર છે કે તમે મહેનત કરો ફળ તમને આપમેળે મળી જશે.