બજરંગદાસ બાપા સાથે જોડાયેલી એક સત્ય ઘટના તેમને એક યુવાનને આપ્યો હતો સાક્ષાત્કાર.

સંતની શિખામણ કોઈનું આખું જીવન બદલી નાખે છે. બજરંગદાસ બાપાના જીવનની એક સત્ય ઘટના કે જેમાં તેમને એક વ્યક્તિનું આખું જીવન બદલી નાખ્યું હતું. એક દિવસે એક યુવાન બજરંગદાસ બાપાની પાસે આવ્યો અને બાપુને વિનતી કરી કે બાપુ મારાથી ૩ એવા ખરાબ કામ થઇ ગયા છે. જેમની જાણ કોઈને નથી પણ મન પરથી આ ભાર હળવો થતો જ નથી.

મેં એવું સાંભર્યું છે કે જો કોઈ વ્યક્તિ સંતના ચરણોમાં આવીને પોતાના પાપની માફી માંગે તો એ બધા પાપા ધોવાઈ જાય છે. એટલા માટે હું મુંબઈથી ભાવનગર આવ્યો છુ. ત્યારે બજરંગદાસ બાપાએ યુવાનના માથે હાથ મૂકીને કહ્યું કે જે પણ સીતારામના ચરણોમાં આવે છે.

એના માથે કોઈ પાપ નથી રહેતા પણ હવે સાચા માર્ગે ચાલજે. ત્યારે યુવાને બજરંગ બાપાને કહ્યું કે બાપા મને ખબર કઈ રીતે પડશે કે મારા પાપ ધોવાઈ ગયા છે. ત્યારે બજરંગ બાપાએ યુવાનને એક કારો રૂમાલ આપીને કહ્યું કે આ રૂમાલ તારા ખિસ્સામાં રાખજે અને જયારે આ રૂમાલ આખો સફેદ થઇ જાય ત્યારે સમજ જે કે તારા બધા પાપ ધોવાઈ ગયા છે.

યુવાન મુંબઈ જઈને કામ ધંધે લાગી ગયો. એક દિવસે તે રોડ પર જતો હતો. ત્યારે તેને એક છોકરીનો અવાજ સંભરાયો અને તેને જોયું તો 5 છોકરાઓ એક છોકરીને હેરાન કરી રહ્યા હતા.

આ જોઈને યુવાન છોકરીને બચાવવા ગયો બચાવતા બચાવતા એક છોકરાને માથાના ભાગે વાગી ગયું. તે બીજા જ દિવસે બજરંગ બાપાની પાસે પહોંચી ગયો અને કહ્યું બાપા મારાથી વધારે એક પાપ થઇ ગયું.

બજરંગ બાપાએ કહ્યું મેં તમે રૂમાલ આપ્યો હતો એ તે જોયો. તેને જોયું તો રૂમાલ આખો સફેદ થઇ ગયો હતો. બજરંગ બાપાએ કહ્યું કે તે એક છોકરીનો જીવ બચાવ્યો છે એનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે માટે તું આજે તારા બધા પાપોથી મુકત થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!