કોરોનામાં અનાથ થયેલ બાળકો માટે સુરતના આ વેપારી નિભાવશે માં-બાપની ફરજ.

કોરોનાની બીજી અને ઘાતકી લહેરમાં કેટલાય પરિવારો વેર-વિખુટા થઇ ગયા હતા. તેવામાં કેટલાય પરિવારોમાં બાળકો અનાથ બની ગયા છે. કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યા

તેની પીડાને લોકોએ વેઠી હતી, તે વેદનાને ખાલી જે લોકોએ તેમના પરિવારોને ગુમાવ્યા છે તે લોકો જ સમજી શકે છે. કોરોનાની બીજી ઘાતકી લહેરે બાળકોની ઉપરથી તેમના માતા પિતાની છાયા જ નથી રહી.

જે બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે હાલમાં નોધારા બન્યા છે, તેઓનું કોણ આજે એવા કેટલાય સવાલો થઇ રહ્યા છે. તેવામાં હાલમાં સુરત શહેરમાં કાપડનો વેપાર કરતા એક વેપારી જે આવા નોધારા બાળકોની માટે આગળ આવ્યા છે.

આ દાનવીર વેપારી જેનું નામ સમ્રાટ પાટીલ જેને તેના ૩૭ માં જન્મ દિવસ નિમિત્તે કોરોનામાં નિરાધાર બનેલા ૨૧ જેટલા બાળકોના શિક્ષણનો બધો જ ખર્ચો અને તેમની ઓનલાઇન શિક્ષણ ના અટકે તેની માટે નેટ રિચાર્જનો ખર્ચો પણ તેમના માથે લઇ લીધો હતો.

સમ્રાટ પાટીલ એવું જણાવે છે કે, હું પણ પહેલ ખુબ જ ગરીબ હતો અને તે વખતે મારી ફી ભરવા માટે મારા પપ્પા પાસે મારા ભણવાની ફી પણ નહતી એટલે હું જાતે બપોર પછી મજૂરી કામ કરવા જતો અને તેમાંથી ફી ભરતો હતો. પણ આજે મને ભગવાને ખુબ જ સક્ષમ બનાવ્યો છે

જેથી આ બાળકો માટે મારી ઈચ્છા હતી કંઈક કરવાની જેથી મેં આ કર્યું છે. સમ્રાટ પાટીલે આ અનાથ બાળકોનો આશરો બનવાનું નક્કી કર્યું હતું, જેથી આજે આ અનાથ બાળકો માટે એક આશા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!