દેશમાં ઘણા કરોડપતિઓ છે પણ બધામાં સોનુ સુદ જેવી હિંમત નથી હોતી, અત્યાર સુધી કરોડો રૂપિયાની મદદ કરી ચુક્યા છે.
સોનુ સુદ જેવી રીતે ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે. તેવી જ રીતે લોકો પણ તેમને ભગવાન માની રહ્યા છે. દરેક જગ્યાએ તેમની પ્રસંશા થઇ રહી છે. ઘણા લોકો તેમને ભગવાન સમજીને તેમની પૂજા કરી રહ્યા છે અને લોકો સોનુ સુદનાં નામે પોતાના છોકરાઓનું નામ પણ રાખી રહ્યા છે. સોનુ સુદ બસ, ટ્રેન અને હવે પ્લેન દ્વારા પણ લોકોને પોતાના ઘરે મોકલી રહ્યા છે.
નાના છોકારા ઓથી લઈને દરેક ઉંમરના લોકો તેમના ફેન થઇ ગયા છે. સોસીયલ મીડિયા પર નાના છોકરાઓના ઘણા વિડીયો વાઇરલ થઇ રહ્યં છે. જેમાં તે તેમની પ્રસંશા કરી રહ્યાં છે. સોનુ સુદ કોઈ પણ ચિંતા કાર્ય વગર પોતાના પૈસે ઘણા લોકોના ઓપરેશન કરાવી ચુક્યા છે. સોનુ અત્યાર સુધી ઘણા ગરીબોના જીવ બચાવી ચુક્યા છે.
હાલ જ તેમને ભારતી નામની એક છોકરીને કોરોના સંક્રમણ વધી જતા પ્લેન દ્વારા હૈદરાબાદ સારવાર કરવા માટે મોકલી હતી. ડોક્ટરોના ઘણા પ્રયાસો કર્યા પછી પણ તેને બચાવી ન શક્યા તે સમાચાર સાંભરીને સોનુ ખુબજ દુઃખી થયા હતા.
તેઓએ 1 વર્ષ પહેલા લોકડાઉનમાં ગરીબ લોકોની મદદ કરવાનું શરુ કર્યું હતું તે તેમને આજદિન સુધી ચાલુ રાખ્યું છે. દેશમાં ઘણા અજબોપતિ છે પણ બધામાં સોનુ સુદ જેવી હિંમત નથી હોતી કે લોકોની મદદ કરી શકે. માટે જ લોકો સોનુ સુદને ભગવાનની જેમ પૂજા કરી રહ્યા છે.