જે કોન્સ્ટેબલ 10 વર્ષ થી સલામ મારીને પોતાના ઉપરી અધિકારી ઓને સાહેબ કહેતા હતા આજે એ જ અધિકારીઓ તેમને સલામ કહી રહ્યા છે.

કોઈને વિચાર્યું પણ નહિ હોય કે ૧૧ ધોરણમાં નાપાસ થવા વાળો છોકરો અને ધોરણ ૧૨ માં ૫૮ ટકા સાથે પાસ થવા વાળો છોકરો ૨૦૧૦ માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બનશે અને તેના ૧૦ વર્ષ પછી દેશની સૌથી મુશ્કેલ યુપીએસસી પરીક્ષા કરી IPS બની જશે

ફિરોઝ એ 2008 માં 12 મી પરીક્ષા પાસ કર્યા બાદ, તેઓ જૂન 2010 માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. ત્યારે તે જાતે પણ જાણતા ન હતો કે આવતા 10 વર્ષમાં તે ઇતિહાસ રચી દેશે.

નોકરી દરમિયાન તેમને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની કોશિશ કરી. અનેક નિષ્ફળતાઓ પછી, 2019 માં તેમના છઠ્ઠા પ્રયાસમાં UPSC પાસ કરી.

ફિરોઝ 31 માર્ચ, 2021 એ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકેનો છેલ્લો દિવસ હતો અને બીજા જ દિવસે જ્યારે તે એસીપી તરીકે દિલ્હી પોલીસ દળમાં જોડાયો ત્યારે તેના ખભા પર સ્ટાર યુનિફોર્મ હતો, ફરક માત્ર એટલો હતો કે તેમના સાથી કોન્સ્ટેબલો જે અગાઉ તેને ભાઈ કહેતા હવે તેને સર કહેતા હતા. 10 વર્ષથી જે અધિકારીઓ ને સાહેબ કહીને બોલાવતા હતા આજે તે પણ તે પોલીસ ઓફિસર ફિરોજને આજે સાહેબ કહીને બોલાવે છે.

ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના પીલખુવા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના આઝમપુર ડાહપા ગામમાં જન્મેલા ફિરોઝના પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો છે. તેના પિતા મોહમ્મદ શાહદત ભંગારના વેપારી તરીકે કામ કરતા હતા

અને તેણે પિલખુઆની મારવાહ કોલેજમાંથી 12 મી પૂર્ણ કરી હતી. મેં નાનપણથી જ સપનું જોયું હતું કે એક દિવસ હું પોલીસનો યુનિફોર્મ પહેરીશ, તેથી તેની તૈયારી શરૂ કરી દીધી અને જ્યારે મેં યુનિફોર્મ પહેર્યું ત્યારે લાગ્યું કે આ તો બસ શરૂઆત છે.

ફિરોઝ કહે છે કે અધિકારીઓની રીતભાત અને તેમના વ્યક્તિત્વને જોયા પછી, મેં પણ અધિકારી બનવાનું નક્કી કર્યું અને તેના માટે દિલથી તૈયારી શરૂ કરી. પ્રથમ બે પ્રયત્નોમાં પ્રારંભિક પરીક્ષા પાસ ના થઇ શકી. તે પછી આગલા ત્રણ વર્ષ પ્રાથમિક પરીક્ષા પાસ કરી, પરંતુ પરીક્ષાના બીજા તબક્કે તે સફળ થયા નહીં.

જયારે દેવીપુરા ગામના કોન્સ્ટેબલ વિજયસિંહ ગુર્જર યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ આઈપીએસ કેડરમાં પહોંચ્યા, ત્યારે ફરી એકવાર ફિરોઝની આશા જાગી ગઈ અને 2019 તેમને તમામ અવરોધોને પાર કરી અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું.

ફિરોઝ કહે છે કે મારે 10 મા અને 12 મા સારું પરિણામ આવ્યું ન હતું અને ભણવામાં પણ હું એટલો બધો હોશિયાર ન હતો, ફિરોજ કહે છે કે UPSC ધૈર્ય અને આત્મવિશ્વાસની કસોટી છે અને જો મારા જેવો સામાન્ય વ્યક્તિ નિષ્ફળતાથી ડર વિના પાસ થઈ શકે તો તમે પણ પાસ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!