આ દાદા છેલ્લા દસ વર્ષથી અંધારામાં તેમનું જીવન જીવતા હતા આ વાતની જાણ ખજુરભાઈને થઇ તો ખજુરભાઈએ તેમની બધી જ સમસ્યાઓ એક જ દિવસમાં જાતે જઈને દૂર કરી દીધી.

ખજુરભાઈ છેલ્લા ઘણા મહિનાઓથી તાઉતે વાવાઝોડામાં લોકોના ઘર પડી ગયા હતા અને લોકોના પાકને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું તો ખજૂર ભાઈ તેમની વહારે ઉભા રહીને લોકોની મદદ કરી હતી. ખજુરભાઈએ એવા જરૂરિયાતમંદ ૧૪૬ જેટલા લોકોને નવા ઘર બનાવી આપ્યા હતા અને બીજા ઘણા લોકોને આર્થિક મદદ પણ કરી હતી.

ખજુરભાઈએ ભાવનગર જિલ્લા મહુવા તાલુકાના ઉગલવાણ ગામમાં અહીંયા બાબુભાઇ આહીર જેઓ છેલ્લા દસ વર્ષથી લાઈટ વગર જ રહે છે અને વરસાદમાં તેઓના ઘરમાં પાણી પણ પડે છે. આ દાદા એકલા જ રહે છે અને તેઓ જાતે મજૂરી કરે છે અને તેમાંથી એકલા બધું લાવીને જાતે રાંધીને ખાય છે. આ દાદાના પરિવારમાં બીજું કોઈ નથી.

મહત્વની વાત તો એ છે કે, તેમના ઘરમાં વરસાદનું પાણી પણ પડે છે અને તેમને ઘણી તકલીફ પણ પડે છે, અને તેમના ઘરમાં લાઈટ પણ નથી. આ દાદા આવી રીતે છેલ્લા પંદર વર્ષથી આવી રીતે રહે છે. આ દાદાએ આખી જિંદગી સુધી ઘણું દુઃખ ભોગવ્યું છે, અને તેમની ઉંમર સાથે સાથે મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

દાદાના ઘરમાં સુવા માટે પણ ઘરમાં સરખો ખાટલો નથી અને આ બધી સમસ્યાઓ જોઈને ખજુરભાઈ ભાવુક થઇ ગયા અને આ દાદાનું નવું ઘર બનાવવાનું ઉપાડી લીધું અને તેમને ઘર બનાવી આપ્યું હતું. આ જોઈને દાદા પણ રડી પડ્યા હતા અને ખજુરભાઈને આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!