હાલમાં સુરત શહેરમાં અંતિમ સંસ્કાર માટે લાકડાઓ ખૂટી પડતા આ કંપનીઓ મદદે આવી
દેશભરમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ખરાબ બની ગઈ છે,અને તેની વચ્ચે ચાર મહાનગરોની અંદર તો જાણે કોરોનાની મહામારીનય આભ જ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.હાલમાં કોરોનાના એટલા કેસો આવી રહ્યા છે કે,જેથી કરીને હોસ્પિટલો હાલ ઉભરાઈ રહી છે,ક્યાંય બેડ પણ નથી મળી રહ્યા અને તેની સાથે સાથે ઓક્સિજનની પણ અછત ઉભી થઇ છે.
તેની વચ્ચે સુરત શહેરમાં પણ કોરોનથી કપળી સ્થિતિ બની ચુકી છે અને ત્યાં પણ ઓક્સિજન બેડ નથી મળી રહ્યા.રેમડેસીવીર ઇન્જેક્શન પણ નહતા મળતા,તેની સાથે સાથે લોકોના મોત પણ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે
અને જેથી કરીને તેમને અગ્નિ સંસ્કાર કરવાની માટે પણ સ્મશાનોમાં મોટી ભીડ જોવા મળે છે.સૌથી વધુ દુઃખદ વાત તો એ છે કે,અગ્નિ સંસ્કાર કરવાની માટે લોકોને લાઈનમાં રહેવું પડે છે.
સ્મશાનના લોકોને ઓવર ટાઈમમાં કામ કરવું પડી રહ્યું છે,તેમાં હાલમાં સુરતમાં અંતિમ ક્રિયાની માટે લાકડાઓ પણ ખૂટી પડ્યા છે.આ તમામ દયનિય સ્થિતિમાં ભગવાને એક આશાનું કિરણ બતાવ્યું છે અને તેથી સુરતમાં લાકડાઓ ખૂટી પડવાથી બગાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,સુરત શહેરની સુગર ફેક્ટરી દ્વારા મફતમાં બગાસ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
લોકોના એટલા મૃત્યુ થઇ રહ્યા છે કે બધાજ સ્મશાનો ફૂલ થઇ ગયા છે જેમાં તેનાથી પણ મોટી તકલીફ તો લાકડાઓ ખૂટી પડ્યા છે તે છે.હાલમાં સૂકા,ભીના ગમે તેવા લાકડાઓ હાલમાં આવી રહ્યા છે.
જેથી કરીને લોકોના અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મોટી મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે.આ મોટી સમસ્યાનો અંત કરવાની માટે ગામડાના લોકોએ કુદરતી રીતે જ્વલનશીલ ગણાતા આ બગાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.