આ ડોક્ટર દંપતી ગરીબ ખેડૂત માટે દેવદૂત બનીને સામે આવ્યા, ગરીબ પરિવાર બિલ ચૂકવવા માટે પોતાની જમીન વેચી રહ્યો હતો વાતની જાણ થતા જ ડોકટરે ૧.૫૦ લાખનું બિલ માફ કરી દીધું.

માનવતાનું સાચું ઉદાહરણ કોને કહેવાય એનું સાચું ઉદાહરણ ડીસાના ડોક્ટર પ્રેરણા કેલા અને અંકિત કેલાએ પૂરું પાડ્યું છે. કોરોનાની મહામારીમાં લોકોએ પોતાના સ્વજનોને બચાવવા પૈસા પાણીની જેમ વેડફી નાખ્યા છે.

લમૂક લોકોએ તો પોતાના સ્વજનોને બચાવવા માટે ઘર અને જમીન પણ ગીરવે મૂકી દીધી છે. એવામાં ડીસાના આ ડોક્ટર દંપતી એક ધરતી પુત્ર માટે દેવદૂત બનીને સામે આવ્યા છે.

આ ઘટનામાં એક ગરીબ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર દરમિયાન ખેડૂતના પરિવારે થોડા પૈસા ડોક્ટરને આપ્યા પણ જેમ જેમ ખેડૂતની તબિયત બગડતી ગઈ તેમ તેમ તેમને હોસ્પિટલમાં વધારે સમય દાખલ કરવાની જરુરુ પડી હતી. જયારે 9 દિવસની સારવાર પછી ડોક્ટરે ખેડૂતના પરિવાર પાસે પૈસાની માંગણી કરી.

ટોટલ બિલ ૧.૫૦ લાખ રૂપિયા હતું. ખેડૂતના પરિવારે આટલી રકમ માટે ડોક્ટર પાસે 2 દિવસનો સમય માંગ્યો. પરિવારે પોતાની જમીન ગામના કોઈ વ્યક્તિ પાસે ગીરવે મૂકીને પૈસા આપવાનું નક્કી કર્યું.

ત્યારે ડોકટરને આ વાતની ખબર પડતા ગરીબ ખેડૂતના પરિવારને હોસ્પિટલમાં બોલાવીને ૧.૫૦ લાખ જેટલું હોસ્પિટલ બિલ માફ કરી દીધું. ડોક્ટર દંપતીના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર વર્ષોથી સમાજ સેવામાં જોડાયેલો છે.

તેથી જયારે ડોક્ટરને ખબર પડી સાચેમાં આ પરિવાર જોડે પૈસા નથી અને પોતાની જમીન ગીરવે મૂકી રહ્યો છે. તો ડોક્ટરે આ પરિવારને બોલાવીને તેમનું ૧.૫૦ લાખ જેટલું બિલ માફ કરીને માનવતા મહેકાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!