અમદાવાદમાં એક ભયાનક ઘટના સર્જાઈ જેમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો…

હાલમાં કોરોનાની કહેરની વચ્ચે એવા કેટલાક કિસ્સો બનતા જ રહેતા હોય છે અને જેમાં લોકોને જીવ પણ ગુમાવવો પડે છે અને તેવો જ એક કિસ્સો જે અમદાવાદના રાણીપ શાકમાર્કેટનો છે,ત્યાં આવેલ શાકમાર્કેટની પાસે આવેલી નેમિનાથ સોસાયટીમાં વિભાગ-૧ ના મકાન નંબર ૩૯ અને ૪૦ માં એક ભયાનક ઘટના બની છે.

વહેલી સવારે ૫ વાગ્યાની આજુબાજુએ ઘરમાં રાખેલો ગેસનો બોટલ ફૂટ્યો હતો અને તેનાથી મકાન ધરાશય થયું હતું.આ બ્લાસ્ટમાં બે માળનું મકાન ધરાશય થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને પણ લઇ જવાય હતા,

અને આ ઘટનામાં ૨ લોકોના મોત પણ થયાના સમાચાર પોલીસ દ્વારા જાણવા મળ્યા છે.આ ઘટના સર્જાવવા પાછળ વહેલી સવારે અહીંયા રહેતી આ મહિલા જે પાણી ગરમ કરવાની માટે રસોડામાં જઈને ગેસ ચાલુ કર્યો હતો અને તેવામાં જ અચાનક સ્પાર્ક થયો હતો અને તેથી આ બોટલ ફાટી હતી.

ત્યારબાદ આ બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.આ ધડાકો એટલો થયો હતો કે જેથી સવાર સવારમાં લોકો ભેગા થઇ ગયા હતા અને ત્યારબાદ સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી લીધી હતી

જેથી તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થરે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ પણ ચાલુ કર્યું હતું અને ૬ જેટલા લોકોને બહાર પણ કાઢ્યા હતા અને તેમને પ્રાથમિક સારવારની માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સંપૂર્ણ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે,વહેલી સવારે મકાન નંબર-૪૦ માં રહેતા ઇશાબેન વહેલી સવારે ૫ વાગે પાણી ગરમ કરવાની માટે ગેસ ચાલુ કર્યો હતો અને તેમાં સ્પાર્ક થવાથી આ ઘટના સર્જાઈ હતી અને જેનાથી આજુબાજુમાં રહેતા લોકોને પ્રચંડ વિસ્ફોટની સાથે ભૂકંપ જેવો અહેસાસ પણ થયો હતો.

error: Content is protected !!