અમદાવાદના લોકો માટે આવ્યા રાહતના સમાચાર…
હમણાં કોરોનાની બીજી લહેર લોકોની માટે ખુબ જ ઘાતકી બની છે, તેવામાં કેટલાય લોકોએ આ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશભરમાં કોરોનાએ તેનો પ્રકોપ વરસાવ્યો છે, આની ઝપેટમાં કેટલાય લોકો આવી ગયા છે. તેની વચ્ચે હાલમાં કોરોના થોડો શાંત પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.
તેવામાં હાલની સ્થિતિને જોતા અમદાવાદમાં રાહતના સમાચાર આવ્યા છે, અમદાવાદમાં ધીમે ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના હોસ્પિટલોમાં હાલમાં રવિવારે ૧૮ જેટલા વેન્ટેલિટર બેડો ખાલી થઇ ગયા છે.
જેમાં સરકારી કોટામાં ૨ અને પ્રાઇવેટ કોટામાં ૧૬ જેટલા વેન્ટેલિટર બેડો ખાલી પડ્યા છે. ઘણા લાંબા સમયની પછી જ અત્યારે વેન્ટેલિટર બેડો આટલી સંખ્યામાં ખાલી થયા છે. થોડાક જ દિવસો પહેલા એવી સ્થિતિ બની હતી કે, દર્દીઓ વેન્ટેલિટર માટે તડપતા હતા.
કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં વગર વેન્ટેલિટરે કેટલી દર્દીઓના મૃત્યુ થયા છે. તેની સાથે સાથે હાલમાં વેન્ટેલિટર વગરના ૧૮૫ જેટલા બેડ ખાલી થયા છે. જેમાં ૧૨૫ જેટલા બેડ ખાનગી કોટામાં અને ૬૦ જેટલા બેડ સરકારી કોટામાં ખાલી થયા છે.
ઘણા લાંબા સમય પછી અહીંયા ખાનગી હોસ્પિટલમાં આટલી સંખ્યામાં બેડ ખાલી પડ્યા છે. આવી રીતે ધીમે ધીમે અમદાવાદની સ્થિતિ સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે.