આ ડોક્ટર મહિલા માટે દેવદૂત બનીને આવ્યા, મહિલા ઘણા વર્ષોથી જે સુખ માટે તડપી રહી હતી તેને એ સુખ આપ્યું.
ડોક્ટરો દેવદૂત છે તે વાતની સાબિતીની કોઈ જરૂર નથી. અમદાવાદના એક દંપતી માટે ડોક્ટર કલમ પરીખ દેવદૂત બનીને આવ્યા છે. આ મહિલાનો 4 વખત ગર્ભપાત થઇ ગયો હતો. મહિલા એ આશા જ છોડી દીધી હતી
કે હવે તે માતા બની શકશે પણ ડોક્ટરોની સુજ બુજ ના કારણે આ મહિલાને માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગર્ભવતી મહિલાનું લોહી b નેગેટિવ અને ગર્ભમાં રહેલા બાળકનું લોહી b પોઝેટીવ હતું.
આ ના કારણે ગર્ભમા રહેલા બાળકનું લોહી પાણી બની જતું હતું અને બાળકનું આખરે મોત થઇ જતું હતું. આ મહિલા એ આ બાળકને જન્મ આપતા પહેલા પોતાના 4 બાળકો આવી રીતે ગુમાવ્યા છે.
ત્યારે આ મહિલા ડોકટર કમલ પાસે આવી અને તેમને સ્થિતિની જાણ થઇ જતા ડોક્ટરોએ ગર્ભમાં રહેલા બાળકનું લોહી બે વખત બદલ્યું અને બાળકને બચાવી લીધું અને આ મહિલાને માતા બનવાનું સુખ પ્રાપ્ત થયું. કે જેના માટે મહિલા વર્ષોથી તડપી રહી હતી.
ડોકટરે જણાવ્યું કે મહિલાનું લોહી b નેગેટિવ હતું એટલે જો બાળકનું લોહી b પોઝેટીવ હોય તો તેનું લોહી પાણી બની જતું હતું અને આ પહેલા 3 બાળકો ગર્ભમાં જ મૃત્યુ પામ્યા હતા.
મહિલાના જણાવ્યા અનુસાર મેં ઘણા ડોક્ટરોને બતાવ્યું અને ઘણા પૈસા પણ બગાડ્યા પછી હું ડોકટર કમલ પાસે આવી અને આજે મને ઘણા વર્ષ પછી માતા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે.