ના ડિગ્રી કે ના કોઈ હોદ્દો, અમદાવાદમાં કોરોનાની સારવાર ના નામે લાખો રૂપિયા લૂંટતી નકલી ડોક્ટરોની ગેંગ પકડાઈ.

અમદાવાદ શહેરમાં એક નકલી ડોકટરની ગેંગ પકડાઈ છે. આ ગેંગ લોકોના ઘરે જઈને કોરોનાની સારવાર આપતી હતી. આ નકલી ડોકટરના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે.

આ ઘટનાની જાણ થતા 2 નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે આ ગેંગની નર્સ પકડાઈ હતી. નર્સના પકડાતા જ આ ગેંગના કાળા કામોના ખુલાસા થયા હતા.

આ ગેંગ કોરોના દર્દીઓને ઘરે સારવાર આપવાના નામે પૈસા ઉગરાવતી હતી અને આ ટોળકીએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. આ ટોળકીમાં 3 લોકો શામિલ હતા બે નકલી ડોક્ટર અને એક નર્સ.

આ ટોકળી સારવાર કરવાના બહાને અત્યાર સુધી ૧.૫૦ લાખ રૂપિયા ઉગરાવી ચુકી છે. અમરાઈવાડીના વિશાલ ભાઈને કોરોના થયો હતો માટે ઘરે જ સારવાર લેવા માટે તેમને આ નકલી ડોકટરોનો સંપર્ક કર્યો હતો.

15 દિવસ કોરોનાની સારવાર કરવાના બદલે રૂપિયા ૧.૫૦ લાખ પડાવી દીધા પણ તબિયતમાં કોઈ સુધારો ન થતા વિશાલ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થઇ ગયું. આ નકલી ડોક્ટરોના કારણે વિશાલ ભાઈને કોરોનાની સારવાર ન મળતા તેમનું મૃત્યુ થયું.

મૃતકની પત્નીને આ વાતની જાણ થતા તેમને આ નકલી ગેંગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી અને પોલીસ દ્વારા આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 3 લોકો એક દિવસની સારવારના નામે 10 હજાર રૂપિયા લેતા હતા.

error: Content is protected !!