અમદાવાદમાં રીક્ષા ચાલકો દેવદૂત બનીને ઉતરી આવ્યા છે, કોરોનાના દર્દીઓની મદદે…

આ કોરોનાની મહામારીએ લોકોની ઉપર તેની કહેર વરસાવી છે અને જેમાં લોકોને હાલના સમયમાં હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. લોકોને હોસ્પિટલની બહાર લાઈનોમાં ઉભું રહેવું પડે છે. તેમજ આ તંત્રના અનોખા નિયમોમાં જે દર્દીઓ ૧૦૮ માં આવશે તેઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે આ નિયમથી દર્દીઓ અને તેમના સગાઓ હાલના સમયમાં બહુ જ થાકી ગયા છે.

તેની વચ્ચે ૧૦૮ ની સેવા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પહોંચી શકતી નથી, પરિણામે દર્દીઓ હાલ ખુબ જ હેરાન થઇ રહ્યા છે. તેમની માટે હાલ અમદાવાદનું રીક્ષા યુનિયન દેવદૂત બનીને આગળ આવ્યું છે,

આ રીક્ષા ચાલકો PPE કીટ પહેરીને દર્દીને સારવાર માટે લઇ જવા કે તેમનો કોઈ પણ સામાન લેવાની માટે અને તેમના રિપોર્ટો કરવા હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવે છે.

આ રીક્ષા ચાલકોએ કોરોનાગ્રસ્ત લોકોને જ્યાં જવું હશે ત્યાં પણ લઇ જશે અને તેમનો એક હેલ્પ લાઈન નંબર પણ આપવામાં આવ્યો છે, જેની ઉપર ફોન કરતાંની સાથે જ દર્દીને લઇ જશે. આ રીક્ષા ચાલકોનું એવું કહેવું છે કે,

તેઓના યુનિયન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેથી જ અમે રીક્ષા ચાલકો કોરોનાગ્રસ્ત લોકોને ઘરે શાકભાજી અને અન્ય કરિયાણું પહોંચાડવું તેમજ દર્દીને જો હોસ્પિટલે જવું હશે તો પણ પહોંચાડશે.

હાલ આ કોરોનાની મહામારીની વચ્ચે લોકો એકબીજાની મદદ કરવાની માટે આગળ આવી રહ્યા છે અને તેમનાથી બનતી મદદ પણ કરી રહ્યા છે.

error: Content is protected !!