કોરોના દર્દીઓના પરિવાર પાસેથી એમ્બ્યુલન્સવાળા 40 હજાર રૂપિયાનું ભાડું વસુલી રહ્યા છે. લોકોએ માનવતા વેચી મારી હોય એવું લાગે છે. શું થશે હવે…

કોરોના મહામારીના કારણે દરેક વસ્તુની કાળા બજારી વધી ગઈ છે. એ પછી ઓક્સિજનની હોય કે પછી રેમડિસવીર. હવે એમ્બ્યુલન્સની કાલબાજરી સામે આવી છે જેમાં આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને

એમ્બ્યુલન્સ ડ્રાઈવરો મન ફાવે એટલા રૂપિયા ઉગરાવીને મબલક કમાણી કરી રહ્યા છે. જેમાં અમદાવાદથી વડોદરા લઇ જવા માટે 40 હજાર અને અમદાવાદથી પાટણ લઇ જવા માટે 36 હજાર રૂપિયા ઉગરાવવામાં આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.

અમદાવાદમાં મોટા ભાગની હોસ્પિટલો ફૂલ હોવાથી ઘણા પૈસાદાર પરિવારો પોતાના પરિવારના સભ્યને અમદાવાદથી બહાર દાખલ કરાવી રહ્યા છે. અમદાવાદના સેટેલાઇટ શહેરમાં રહેતા કોરનાગ્રસ્ત દર્દીને અમદાવાદની હોસ્પિટલમાં જગ્યા ન મળતા વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવાનો હતો. તે સમયે દર્દીના પરિવારે ખાનગી એમ્બ્યુલન્સ વાળાનો સંપર્ક કર્યો હતો.

ખાનગી એમ્બ્યુલન્સ વાળાએ દર્દીને અમદાવાદથી વડોદરા લઇ જવા માટે 40 હજાર ભાડું લીધું હતું. જયારે પાટણ લઇ જવા માટે 36 હજાર ભાડું લીધું હતું. અત્યારે ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ દ્વાર પણ મન ફાવે એટલું ભાડું ઉગરાવવામાં આવી રહ્યું છે. તો કેટલાક સ્મશાન ગૃહમાં શબવાહિનીઓ માંથી ડેડ બોડી ઉતારવાના 2 હજાર લેવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!