હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી એવી આગાહી કે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી શકે છે.
ગુજરાત રાજ્યમાં મેં મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ હાલમાં વારંવાર ભરઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળે છે. પણ આ વખતે ઉનાળામાં એપ્રિલ મહિનાથી જ કેટલીય વાર વરસાદ અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. તેવામાં હાલમાં બીજી એક આગાહી કરાઈ છે.
આ કરવામાં આવેલ આગાહીને લઈને હાલમાં પણ ૧૩ મી મેં ના રોજ સ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી માહિતી મળી રહી છે.
તેવામાં આ ઉનાળાની ઋતુમાં આ આગાહી અને કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રો હાલમાં ઘણા હેરાન થઇ ગયા છે. આ આગાહીએ હાલ ધરતીપુત્રોની માટે એક માંથી અસર છે. આ એક્ટિવિટી થવાથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પળોતો આવશે.
૧૩ મી મેં ના રોજ દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે. હવામાન વિભાગ અને અંબાલાલે એવી આગાહી કરી છે કે,
દક્ષિણ પચ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર પ્રક્રિયા થવાની સંભાવના છે અને તેને લઈને ૧૪ મી મેં ના રોજ આ પ્રેશર સક્રિય થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માહિતી પ્રમાણે આ પ્રેશર ૧૬ મી મેં ના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે.
આ પ્રક્રિયાથી વાવાઝોડું પણ આવી શકે છે અને કમોસમી વરસાવ આવવાની આગાહી પણ કરવામાં આવી રહી છે. આ વરસાદ આવવાથી ખેડૂતોના પાકને નુકસાન પણ થઇ શકે છે, જેથી ખેડૂતોમાં હાલ ચિંતા વધી છે.