અંબાલાલની આગાહી પડી સાચી, ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો કળા સાથે કમોસમી વરસાદ..
સમગ્ર ગુજરાત હાલ કોરોનાની સામે જજુમી રહ્યો છે,અને તેમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે બીજી બાજુએ કચ્છમાં કળાની સાથે કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં અગાઉના દિવસોમાં વરસાદ વરસ્યો હતો અને એ ૩ દિવસના વિરામ પછી ફરી એક વાર કમોસમી વરસાદ વરસ્યો છે,હવામાન ખાતાની આગાહી અનુસાર અહીંયા અનેક ક્ષેત્રોમાં વરસાદ વરસ્યો હતો.
ભારે ગાજ-વીજ અને કળા સાથે આ વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો.હાલમાં આ કમોસમી વરસાદને લીધે વાડીઓમાં કેરીઓ ના પાકને ઘણું નુકસાન થાય તેની ચિંતા ખેડૂતોને થઇ રહી છે,કચ્છના ભુજ જિલ્લાના લોડાઇ સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો,તેની સાથે સાથે અંજાર શહેરમાં વરસાદની સાથે સાથે મોટા કળાઓ પણ પડ્યા હતા.
શહેરના અને ગામના બજારોની અંદર પણ જોરદાર પાણી વહી રહ્યા છે,અને તેના વિડિઓ પણ સોસીયલ મીડિયાની ઉપર હાલમાં વાયરલ થઇ રહ્યા છે.કચ્છના ભચાઉ શહેરમાં એકાએક વાતાવરણની અંદર પલટો થયો હતો અને પવન ચાલુ થયો હતો
અને ત્યારબાદ વરસાદ પણ ચાલુ થઇ ગયો હતો અને ત્યાંના ખેડૂતો મોટી ચિંતામાં પણ મુકાયા હતા.બજારના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા અને મોટા મોટા કળાઓ પણ પડ્યા હતા આ ઉનાળાની સીઝનમાં કમોસમી વરસાદ જેનાથી લોકો વિચારમાં પડી ગયા હતા.
ભચાઉ તાલુકાના મોરગર ગામે પણ વરસાદની સાથે કળાઓ પડ્યા હોવાની માહિતી મળી રહી છે,સામખિયાડી સહીત બીજા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.