અમરેલીના રજનીભાઈ તેમની ૪૦ વીઘા જમીનમાં ટેટીની ખેતી કરીંને વર્ષે ૪૮ લાખ રૂપિયાની કમાણી કરે છે.

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ દેશભરમાં અવનવી પદ્ધતિથી ખેતી જોવા મળે છે. આજે નાનાથી લઈને મોટા હજારો-લાખો ખેડૂતો છે જે તેમની અવનવી પદ્ધતિથી ખેતી કરીને લાખો રૂપિયાની આવક કરતા હોય છે.

એવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિષે જાણીએ જેઓ ટેટીની ખેતી કરીને સારી એવી આવક કરી રહ્યા છે.અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ જેઓએ તેમની જમીનમાં ટેટીની ખેતી કરી છે અને તેમાંથી તેઓ લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.

તેઓએ આ વખતે તેમની ૯૦ વીઘા જમીનમાં આ ખેતીનું વાવેતર કરે છે અને તેઓએ ગ્રીનહાઉસ દ્વારા આ ખેતી કરી છે.તેઓ કાકડીનું ઉત્પાદન પણ મેળવે છે અને આ સાથે ૪૦ વીઘા જમીનમાં ટેટીનું પણ ઉત્પાદન મેળવી રહ્યા છે.

તેમને એક વીઘા દીઠ ૩૫૦ મણ જેટલું ઉત્પાદન મળે છે અને એક કિલોના ૨૫ રૂપિયા ભાવે આ ટેટી વેચાય છે. તેઓએ આ વર્ષે ૪૮ લાખ રૂપિયાની આવક તો ખાલી ટેટીમાંથી જ કરી છે અને તેઓ બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

તેઓ રોજે રોજ પ્લોટ પાડીને ટેટીને ઉતારે છે અને તેને બજારમાં વેચી આવે છે, આમ તેઓ તેમાંથી જ સારી એવી આવક કરી રહ્યા છે. તેઓએ પહેલા ગ્રીન હાઉસમાં પ્લોટ બનાવ્યા અને આ પદ્ધતિથી ખેતી અપનાવી હતી અને તેમાંથી આજે સારી એવી તેઓ આવક કરી રહ્યા છે. આજે તેઓ આગળ પણ વધી રહ્યા છે અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!