શું તમે અલ્પેશ ઠાકોરની લવ સ્ટોરી વિષે જાણો છો? તેમની લવ સ્ટોરી આગળ ફિલ્મોની લવ સ્ટોરી પણ ફીકી પડશે.

આજે અમે તમને અલ્પેશ ઠાકોરની લવ સ્ટોરી વિષે જણાવીશું. જેના વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય. મોટા ભાગના લોકોને નહિ ખબર હોય કે અલ્પેશ ઠાકોરે લવ મેરેજ કાર્ય હતા.

થોડા સમય પહેલા અલ્પેશ ઠાકોરે તેમના અંગત જીવન વિષે ખુલીને વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે જયારે હું મારી પત્નીને ઘરેથી ભગાડીને લાવ્યો હતો ત્યારે મારા પિતાએ મને બે લાફા માર્યા હતા.

અલ્પેશ ઠાકોર અને તેમની પત્ની બંને એક જ કોલેજ માં ભણતા હતા અને બંનેની એક બીજા સાથે આંખ મળી જતા પ્રેમ થઇ ગયો હતો. સદ્ નસીબે ઘરેથી ભાગ્યા પછી બંને પરિવારો લવ મેરેજ માટે માની ગયા હતા. કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે. આ વાત અલ્પેશ ઠાકોરના કિસ્સામાં ખરેખર સાચી સાબિત થઇ.

આજે પણ તે પોતાની પત્નીને ખુબજ પ્રેમ કરે છે. રાજકારણમાં હોવા છતાં પોતાની પત્ની અને બાળકોને ટાઈમ આપે છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આજે લગ્નના 23 વર્ષ પુરા થયા પછી પણ આજે પ્રેમ કોલેજ જેવો જ છે.

અલ્પેશ ઠાકોરે પોતાની પત્નીને પહેલા પ્રપોઝ કર્યું હતું. અમે પહેલા ભાગીને લગ્ન કરવાનું વિચાર્યું હતું પણ જયારે માર પપ્પાને આના વિષે ખબર પડી ત્યારે તેમને મને 2 લાફા માર્યા હતા. અત્યારે મારી પત્ની મારા પરિવારની જવાબદારી ખુબજ સારી રીતે સંભારી રહી છે.

error: Content is protected !!