ધૈર્યરાજે તેના જીવન મરણની પરીક્ષા પુરી કરી, તેને ૧૬ કરોડનું ઇન્જેક્શન લઇ લીધું…

ગુજરાતના મહીસાગર જિલ્લાના કાનેસર ગામે મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા ત્રણ મહિનાનો ધૈર્યરાજ જે સ્પાઈનર મસ્ક્યુલર એટ્રોપી ( SMA ૧) નામની એક ગંભીર બીમારીનો શિકાર બનેલો હતો.

આ બીમારીથી બચાવવાની માટે ધૈર્યરાજને ૧૬ કરોડના ઇન્જેક્શનની જરૂર હતી. જો કે આ એક મધ્યમ વર્ગીય પરિવારને આટલી મોટી રકમ ભેગી કરવીએ ખુબ જ મુશ્કેલ કામ હતું.

તેથી જ ધરરાજસિંહના પિતા રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ઈમ્પૅક્ટ ગુરુ નામની એક એનજીઓ સંસ્થામાં એક ખાતું ખોલાવ્યું હતું, ત્યાબાદ સોશિયલમીડિયાના માધ્યમથી દુનિયાભરના લોકો પાસેથી દાન આપવાની આજીજી કરી હતી. જેમાં ૧૬ કરોડથી પણ વધુ રૂપિયાનું દાન માત્ર ૪૨ જ દિવસમાં ભેગું થઇ ગયું હતું. તેના પછી આ ઇન્જેક્શન ફોરેનથી મંગાવવામાં આવ્યું હતું, જે અમેરિકાથી આવી ગયું છે.

જેની રાહ જોઈ રહ્યા હતા તે ધૈર્યરાજને રૂપિયા ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવી ગયું છે. ૭ મી માર્ચ સુધીમાં ધૈર્યરાજના ખાતામાં રૂપિયા ૧૬ લાખ જ જમા થયા હતા. ત્યારબાદ દેશ અને વિદેશના લોકોએ ભેગા મળીને દાન આપીને તેની આ અગ્નિ પરીક્ષામાં પાસ થયો અને જોત જોતામાં ૧૬ કરોડ રૂપિયા ભેગા પણ થઇ ગયા હતા.

તેની તેને મુંબઈની એક હોસ્પિટલમાં આ ૧૬ કરોડનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને તેની ત્યાં હાલ સારવાર પણ ચાલી રહી છે. જેમાં ધૈર્યરાજના પિતાએ બધા લોકોને ધન્યવાદ પણ કર્યો છે.

error: Content is protected !!