અજમાના ફૂલ ઘરમાં રાખજો તમને આટલી બીમારીઓથી બચાવશે…

હાલમાં આવા કોરોનાની મહામારીમાં કેટલાય લોકોને શરદી, ઉધરસ અને કફ જેવી બીમારીઓને પહોંચી વરવા અજમાનો ઉપયોગ ઘણો અસરકારક નીવડ્યો છે. તેની સાથે આપણા આયુર્વેદમાં અજમાના કેટલાય મહત્વના અને અસરકારક ઉપાયો દર્શાવ્યા છે તો આજે આપણે જાણીએ અજમાના ફૂલના ઉપયોગો.

અજમાના ફૂલ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જ જશે, તો જાણીએ તેના ઉપયોગો. સૌથી પહેલો ઉપયોગ જે લોકોને પેટમાં દુખતું હોય, પેટમાં ચુન્કો આવતી હોય તેવા લોકોએ અજમાના આ ફૂલ અડધી ચમચી જેટલા લેવાના છે

તેને અધકચરા વાટી લેવાના છે. હથેળીમાં રાખીને વાટી દેવાના છે, ત્યારબાદ તેને ચાવીને ખાઈ જવાના છે. ત્યારબાદ એક ગ્લાસ હૂંફાળું પાણી પી જવાનું છે.આમ કરવાથી તમને તાત્કાલિક પેટમાં રાહત થઇ જશે.

બીજો ઉપયોગ હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તમે ક્યાંય બહાર જઈને આવ્યા હોવ છો તો તમને લોકોને શરીરમાં ખુબ ગરમી ચડી જતી હોય છે, તો તેની માટે તમારે એક ચમચો અજમો અને તેની સાથે સાકર ખાવાની છે.

જેનાથી તમારા શરીરની ગરમીને શોષી લેશે અને તમને રાહત આપશે. ત્યારબાદ ત્રીજો ઉપાય જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેવા લોકોને જમ્યા પછી થોડી વાર બાદ અડધી ચમચી અજમો ફાકી લેવાનો છે, આમ ૧૫ થી ૨૦ દિવસ સુધી કરવાથી તમારી પાચન શક્તિ એકદમ મજબૂત બની જશે.

ચોથો ઉપાય એ છે કે જો તમને ટાઢિયો તાવ આવ્યો હોય તો તમારે દિવસમાં ત્રણ વખતે થોડો થોડો અજમો ચાવીને ખાવાનો છે, આમ કરવાથી તમને પરસેવો વરસે અને તાવ ઉતરી જશે જેથી ધીમે ધીમે તમને રાહત જોવા મળશે.

પાંચમો ઉપાય એ છે કે જે લોકોને દાંત અસહ્ય દુખે છે તેમની માટે તાત્કાલિક ઘોડાવજ નામની એક વનસ્પતિ આવે છે તે દુકાને મળી જાય છે અને તેની સાથે અજમાને જ્યાં દુખાવો થાય છે ત્યાં દબાવી લેવો આમ કરવાથી થોડાક જ ટાઈમમાં તમને તે દુખાવો મટી જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!