અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા જ આ યુવાન અજાણ્યા છોકરાનો જીવ બચાવવા માટે ૮૦૦ કીમીનો સફર કરીને તેનો જીવ બચાવ્યો.

કોરોના કાળમાં જોવા મળી રહ્યું છે કે લોકો પોતાના જ લોકોનો સાથ છોડી રહ્યાં છે. લોકોના મનમાં કોરોનાનો ડર બેસી ગયો છે. આવામાં પ્રયાગરાજથી માનવતાનું એક ઉત્તમ ઉદાહર સામે આવી રહ્યું છે. પ્રયાગરાજના રહેવાસી રાજીવ મિશ્રાને એક અનનોન નંબર પરથી ફોન આવ્યો કે એક બાળકને પ્લાઝ્માની જરૂર છે.

ત્યારે રાજીવ મિશ્રાએ એક સેકન્ડનો વિચાર કાર્ય વગર પ્રયાગરાજથી 800 કિલોમીટર દૂર હરિયાણા કોરોના દર્દીને પ્લાઝ્મા ડોનેટ કરવા પહોંચી ગયા. હરિયાણાના એક છોકરાની હાલત કોરોનાના કારણે ખુબજ ખરાબ હતી

તે છોકરાને અર્જન્ટમાં પ્લાઝ્માની જરૂર હતી માટે રાજીવ મિશ્રાને એક ફોન આવતા તે પોતાના ઘરથી 800 કિલોમીટર દૂર હરિયાણા પહોંચી ગયા અને પ્લાઝમા ડોનેટ કર્યું.

જયારે રાજીવ મિશ્રા પ્લાઝ્મા ડોનેટ કરીને હોસ્પિટલની બહાર નિકરી રહ્યા હતા ત્યારે તે છોકરાનો પરિવાર તેમની આગળ રોવા લાગ્યો હતો. આ પહેલા પણ રાજીવ મિશ્રા લોકોના જીવ બચાવવા માટે છેક કન્યા કુમારી થી લેહ લાદક સુધી ગયા છે.

રાજીવ મિશ્રાનું માનવું છે કે જો આ જીવનમાં તમે કોઈને મદદે ન આવો તો આ જીવન શું કામનું. રાજીવ મિશ્રા એવા ઘણા લોકોનો જીવ બચાવી ચુક્યા છે. કે જેમને તે જાણતા પણ નથી.

error: Content is protected !!