અમદાવાદમાં એક પતિને કામવાળી જોડે પ્રેમ થઇ ગયો ત્યરબાદ પતિએ તેની પત્ની જોડે ના કરવાનું કર્યું. જાણો
હવે પ્રેમ-પ્રકરણના કિસ્સાઓ હાલમાં વધી રહ્યા છે અને આ કિસ્સાઓમાં પતિ-પત્નીના કિસ્સાઓ વારંવાર આવતા હોય છે.અને તેવામાં જ અમદાવાદમાં થી એક કિસ્સો નજર સામે આવ્યો છે અને અહીંયા પોતાના જ ઘરમાં કામ કરતી મહિલાની સાથે ઘરના માલિકને પ્રેમ થઇ ગયો હતો
અને તેનાથી આ પતિએ તેની જ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી.આ પ્રેમ પ્રકરણ વધતું રહ્યું અને જયારે પતિ ઘરે આવે એટલે પતિ ને તેની કામદાર બંને થઇને પત્નીને હેરાન કરવાનું ચાલુ કરી દેતા હતા અને જેનાથી કંટારીને પત્નીએ પતિની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મળેલી માહિતીની પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં એક પરિણીત મહિલા તેના પરિવારની જોડે રહેતી હતી અને તેમના લગ્ન ૭ વર્ષ અગાઉ થયા હતા અને ત્યારબાદ આ મહિલાના પતિને એક મહિલાની જોડે પ્રેમ થઈ ગયો હતો અને આ બીજી સ્ત્રીએ તેમની જ કામવાળી હતી જે તેમના જ ઘરે કામ કરવાની માટે આવતી હતી.
જયારે આ પત્નીને આ વાતની ખબર પડી ગઈ કે તેના પતિનું ચક્કર કામવાળી સાથે ચાલે છે ત્યારે આ પત્નીએ તેના પતિને પૂછ્યું હતું કે તમારું ચક્કર આ કામવાળી સાથે છે પણ પતિ તેની કોઈ વાત નહતો માન્યો ,અને એક દિવસે આ પતિએ બધી જ હદ વટાવી લીધી હતી
અને તેને એવું કહ્યું હતું કે હું આ કામવાળીની સાથે આજે સુઈશું અને આ સાંભતાની સાથે જ પરિણીત મહિલા ખુબ જ ગુસ્સે અને પરેશાન થઈ ગઈ હતી જેથી તે પરણિત મહિલાએ તેના પતિની સાથે ઝઘડો પણ કર્યો હતો અને તેમાં ગુસ્સે થયેલા પતિએ તેની પત્નીને માર પણ માર્યો હતો અને તેને રાત્રે જ ઘરેથી કાઢી પણ મૂકી હતી.
આ પરણિત મહિલાએ કામવાળી અને તેના પતિની હેરાનગતિથી કંટાળી જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને આ ફરિયાદ પૂર્વે પરિણીત મહિલાએ કામવાળીને તેના પતિ છોડવા માટે ઘણી સમજાવી હતી અને તેના પતિને પણ સમજાવ્યો હતો પણ તે છોડવા તૈયાર નહતા અને તેનાથી આ પરિણીતાએ કામવાળીની ઉપર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.