લગ્ન પહેલા મોર્ડન વહુએ સાસરીમાં જઈને એવું કંઈક કર્યું કે, જેથી તેના સાસુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…

આજકાલ મોર્ડન જમાનાની વહુઓને તો સૌ કોઈ જાણતા જ હશે, આ વાતમાં એક પરિવાર જે તેઓનું ગુજરાન સુખી રીતે ચલાવી રહ્યો હતો. પરિવારમાં માતા, પિતા અને દીકરો એમ ત્રણ લોકો રહેતા હતા.

માતાનું નામ વિનિતાબેન હતું, તેમના પતિનું નામ અજયભાઈ હતું અને દીકરાનું નામ સાવન હતું. સાવનની સગાઇ બાજુના ગામમાં અપેક્ષા નામની યુવતી સાથે કરી હતી.

વિનીતાબેન જૂની વિચારધારા મુજબના હતા તેથી તેઓ તેમના દીકરા વગર ગરમીમાં લોતપોત થઇ જાય તો પણ પાંખો ચાલુ નહતા કરતા. સાવન પણ શહેરમાં સારું એવું કમાઈ લેતો હતો અને તેની બનનાર પત્ની અપેક્ષા પણ પ્રોફેસરની નોકરી કરતી હતી.

તે કેટલીક વાર તેની સાસરીમાં રોકાવવા માટે આવી હતી, જેથી કરીને ત્યાંના લોકોની પસંદ-નાપસંદ શીખવા માટે આવતી હતી. તેવામાં કામ કરતા કરતા થાકી ગયેલા વિનિતાબેન એવું કહેતા હતા કે સાવન સાંજે આવશે એટલે તે પંખો ચાલુ કરીને સુઈ શકે.

ત્યારે તેમને અપેક્ષાએ કહ્યું કેમ મમ્મી સાવને આટલી મહેનત કરીને તો આ બધી સુવિધા આપણા માટે કરી છે, તો વિનિતાબેને કહ્યું અપને સ્ત્રી છીએ એટલે આપણે જ ઘરના પૈસાની બચત કરવી પડે જેથી કરીને પુરુષો ઘણું કમાઈ શકે.

તેવામાં અપેક્ષાએ સાવનને ફોન કર્યો અને કહ્યું આપણે મમ્મીના જન્મ દિવસે એક ગિફ્ટ આપીએ, તો સાવને કહ્યું તને જેમ ઠીક લાગે તેમ, ત્યારબાદ વિનીતાબેનને અપેક્ષાએ તેમના જન્મ દિવસે કહ્યું કે, આપણે તમારા જન્મ દિવસ ઉપર ક્યાંક બહાર જઈશું.

તેમના જન્મ દિવસે વિનીતાબેન અપેક્ષા વહુની રાહ જોઈ રહ્યા હતા, એટલામાં ફોન આવ્યો અને અપેક્ષાએ કહ્યું મમ્મી તમે જલ્દીથી તૈયાર થઇ જાઓ સાવન તમને લેવા આવે છે. ત્યારબાદ વિનિતાબેન અને પતિ અજયભાઇને સાવન બહાર લઇ ગયો અને અપેક્ષાએ ઘરમાં આવીને બે AC લગાવ્યા.

ત્યારબાદ તેઓ ઘરે આવ્યા અને જોયું તો તેમની વહુ અપેક્ષાએ મોઢું મીઠું કરાવ્યું અને શુભકામના પાઠવી હતી. સાવને કહ્યું મમ્મી તારી આ મોર્ડન વહુએ તેની કમાણીમાંથી તને આ એક ભેટ આપી છે. એટલું સાંભળતાની સાથે જ વિનીતાબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

error: Content is protected !!