એવું તો શું થયું કે, આ માતા તેની ૫ મહિનાની દીકરીને મૂકીને પિયરે જતી રહી…

અત્યારના આ સમયમાં એ બાળકો નસીબદાર કહેવાય કે જેમને પોતાના માતા પિતા બંનેનો પ્રેમ મળે છે. પણ આ કળિયુગમાં લોકો પોતાની માટે જ વિચારતા હોય છે. એક બાપ પોતાની પાંચ મહિનાની બાળકીને લઈને દર દરની ઠોકરો ખાવા માટે મજબુર થઇ ગયો છે. પોતાની દૂધ પીતી છોકરીને મૂકીને એક માં પોતાના પિયરે જઈને બેસી ગઈ છે. એવી તો કેવી કઠોળ માં છે કે જેને પોતાની માસુમ દીકરીની કોઈ પડી જ નથી.

આ દંપતી ઉત્તર પ્રદેશના સાગર જિલ્લાના રહેવાસી છે. આ યુવકનું નામ અમર છે. જેના લગ્ન 2019 ના ખુશ્બુ નામની છોકરી સાથે થયા હતા. બંનેના લવ મેરેજ થયા હતા.

એક વર્ષતો બધું સારું ચાલ્યું પણ જયારે તેમના ઘરે એક દીકરીએ જન્મ લીધોતો બંનેના ઝગડા થવાના ચાલુ થઇ ગયા અને ખુશ્બુ પોતાની પાંચ મહિનાની બાળકીને મૂકીને પોતાના પિયરે જતી રહી.

ખુશ્બુ છેલ્લા 1 મહિનાથી પોતાના પિયરે છે, ના તો તે પોતાની છોકરીના સમાચાર પૂછે છે. ના તો પોતાના પતિને ફોન કરે છે. જયારે અમર તેની પત્નીને લેવા માટે તેના ઘરે ગયો તો તેના સાસુ સસરાએ તેને ધક્કો મારી ત્યાંથી કાઢી મુક્યો અને કહેવા લાગ્યા કે એ તારી છોકરી છે.

તું એને મોટી કર અમારે કઈ લેવા દેવા નઈ. અમે અમારી છોકરીના બીજા લગ્ન કરાવી દઈશું. અમર અત્યારે ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યો છે. અમરની એટલી જ ઈચ્છા છે કે તેની દીકરી ને માતા પિતા બંનેનો પ્રેમ મળે. પણ જે મને તેની બાળકીની કોઈ ચિંતા જ નથી અને મન ભરાઈ ગયું એટલે હવે બીજા લગ્ન કરવા છે.

error: Content is protected !!