એક પિતા રડી રડીને કહી રહ્યો છે કે, મારી એક ભૂલના કારણે આજે મારી ૧૧ મહિનાની માસુમ દીકરી આપડા બધાની વચ્ચે નથી…

દુનિયામાં નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે, નાના બાળકો જ્યારે સુધી મોટા ના થઇ જાય ત્યાં સુધી તેમને એકલા ના મુકવા જોઈએ. તેમનું ધ્યાન રાખવા માટે ફરજીયાત એક વ્યક્તિએ રહેવું જ પડે, બાળકો જયારે નાના હોય છે

તેવામાં તમારી એક ભૂલ તમને જ મોંઘી પડી શકે છે. તેવો જ એક કિસ્સો હાલમાં હરિયાણાના જીંદ શહેરનો છે જ્યાં એક પિતાની ભૂલના કારણે અને મોબાઈલના કારણ તેમની ૧૧ મહિનાની માસુમ દીકરી આજે હયાત નથી રહી.

હાલમાં દરેક વ્યક્તિઓ મોબાઈલમાં એવા મશગુલ થઇ જતા હોય છે કે, જેથી તે તેમના બાળકોને પણ ભૂલી જ જતા હોય છે, જેથી તેનો ભોગ તેમના બાળકો શિકાર બનતા હોય છે.

આ વાત સાંભરીને તમે મોબાઈલને કોઈ વાર પકડશો જ નઈ અને આ ઘટના જાણીને બધા જ માતા-પિતા મોટી શીખ આપે છે. આ કિસ્સો જીંદ શહેરની એમ્પ્લોઇઝ કોલોનીમાં રહેતા એક પરિવાર જેમાં તેમની એક ૧૧ મહિનાની માસુમ બાળકીને તેનો જીવ ગુમાવવો પડ્યો હતો.

જીંદ શહેરની એમ્પ્લોઇઝ કોલોનીમાં રહેતો વિક્રમ તેની ૧૧ મહિનાની દીકરીને બાથરૂમમાં નહાવા માટે લઇ ગયો હતો અને ત્યાં વિક્રમે તેની પુત્રીને ત્યાં નળ નીચે ખાલી ટબમાં બેસાડી હતી

અને તેવા જ સમયે વિક્રમના મોબાઇલ ઉપર કોઈનો ફોન આવ્યો હતો જેથી વિક્રમ તે ફોનને ઉપાડવા માટે હોલમાં ગયો હતો અને તે જ વખતે વિક્રમનો ૪ વર્ષનો દીકરો આવ્યો અને તે નળ ચાલુ કરીને ત્યાંથી પાછો બહાર ચાલ્યો ગયો હતો.

થોડા સમય પછી વિક્રમની પત્ની રેખા બાથરૂમમાં ગઈ હતી અને ત્યાં જઈને તેમની નજર જોઇને તે ચીસો પાડવા લાગી હતી અને રેખાબેને જે જોયું તે ખરેખર આશ્ચર્યજનક હતું.

બાથરૂમમાં રેખાએ જોયું કે તેની ૧૧ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલા ટબમાં ડૂબી ગઈ હતી. જેથી દીકરીની આ સ્થિતિ જોઈને તેણે તરત જ તેને ટબમાંથી બહાર નિકારી હતી અને પરિવારજનો ઉતાવળમાં પુત્રીને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી દીધી હતી.

હોસ્પિટલ પહોંચાડે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. આ માસુમ દીકરી ટબમાં ડૂબવાથી ૧૧ મહિના માસુમનો શ્વાસ હંમેશા માટે બંધ થઇ ગયો હતો. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને આખો પરિવાર શોકમાં ફેરવાઈ ગયો હતો, આ પરિવારના આસું રોકાવવાનું નામ જ નહતા લેતા.

આ પરિવારમાં સૌથી વધુ દુઃખ પિતાને થયું હતું છે, અને તેની આંખો સતત રડતી જ રહી હતી. રડવાની સાથે સાથે આ પિતા કહેતો જ રહ્યો આ બધું મારી ભૂલને કારણે જ થયું છે. જો હું એ ફોન ઉપાડવા ના ગયો હોત તો આજે મારી દીકરી મારી સાથે રમતી હોય, જેથી તમામ માતા અને પિતા તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!