લગ્નના ફેરા ફરીને સાત જન્મો નિભાવવાની વાત કરતા આ યુગલોને કોઈની નજર લાગી ગઈ અને દુલ્હાએ લગ્નના ૨૩ દિવસમાં દુનીયાને અલવિદા કહી દીધું…

લગ્નને પવિત્ર સબંધ માનવામાં આવે છે, જેમાં વર-કન્યા એક સાથે સાત જન્મો નિભાવવાની કસમો ખાય છે. પણ આ કિસ્સામાં આ યુગલે એક સાથે એક મહિનો પણ વિતાવ્યો નઈ અને યુવકે આ દુનિયાને જ અલવિદા કહી દીધું હતું.

આ કિસ્સો મધ્યપ્રદેશના રાજગઢના પચોરથી સામે આવ્યો છે. અજય અને અનુના લગ્ન કરવામાં આવ્યા હતા અને લગ્ન થયાના ચાર જ દિવસમાં અજયને કોરોના ભરખી ગયો હતો. અજયનો ૨૩ એપ્રિલે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

અજયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની સાથે જ તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી અને તબિયત લથડતા તેને ભોપાલ લઇ જવાયો હતો, ત્યાં તેને એક અઠવાડિયું વેન્ટેલિટર ઉપર રાખવામાં આવ્યો હતો.

૧૭ મી મેં ના રોજ અજયે આ દુનિયાને અલવિદા જ કહી દીધું હતું. જોકે અજયના લગ્ન કોરોનાની ગાઇડલાઇન અનુસાર એક મંદિરમાં કરવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈને કોઈ ભૂલને કારણે આજે અજય શર્મા આ દુનિયામાં નથી.

અજયના મોટા ભાઈ પણ એવું કહે છે કે, જો તમારાથી બને તો અત્યારે કોરોનાના સમયમાં લગ્ન પ્રસંગ ના કરશો, કદાચ અમે લગ્ન ના ગોઠવ્યા હોય તો મારો ભાઈ આજે જીવિત હોત. અજયના મૃત્યુના સમાચાર સાંભળીને દુલ્હન પણ એટલું રડી હતી કે તે એવું કહેતી હતી કે, મારી સાથે તે આ જન્મ પણ ના નિભાવ્યો, હવે હું શું કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!