એવી તો કેવી મજબૂરી હતી કે માં પોતાના 3 કલાક પહેલા જન્મેલા બાળકને અનાથ આશ્રમના પગથિએ મૂકીને જતી રહી.

મા ની મમતાને શરમમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના હરિયાણાની છે જ્યાં એક માતા પિતા 3 કલાક પહેલા જન્મેલા દીકરાને અનાથ બાળકોની સાળ સંભાર રાખતા આશ્રમની બહાર છોડી આવે છે.

માતા પિતા સવારે 6 વાગ્યાની આસપાસ અંધારામાં આશ્રમના પગથિયે છોડીને આવી ગયા હતા. આ પછી આશ્રમના સંચાલકને જયારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તે બાળક નાનું હોવાથી તેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

આ પછી આશ્રમ સંચાલકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેવા કઠોર હશે એ માતા પિતા કે જે પોતાના ફૂલ જેવા દીકરાને ઉછેરવાની જગ્યાએ અનાથ આશ્રમમાં મૂકી આવ્યા.

બાળકની તબિયત ખુબજ સારી છે. તેને હોસ્પિટલમાં સારવાર લીધા પછી તેને 3 દિવસ પછી પોલીસ કાર્યવાહી કરીને બાળકને આશ્રમમાં મૂકી આવવામાં આવશે. જો આવા માતા પિતાને બાકળો છોડી દેવા હોય તો જન્મ શુ કરવા માટે આપતા હશે.

આખા દેશમાંથી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણીવાર માતા પિતા પોતાના બાળકોને રોડ પર મૂકી આવે છે. આવું ન થાય એ માટે શિશુ પાલન કેન્દ્ર દ્વારા શહેરોના અનેક વિસ્તારોમાં ઘોડિયા મુકવામાં આવ્યા છે.

જે માતા પિતા બાળકોને રોડ પર મૂકી આવે છે તે આ ઘોડિયામાં મૂકે જેથી આવા બાળકોને પણ યોગ્ય જીવન જીવવાનો મોકો મળે. આ માતા પિતાની એવી શું મજબૂરી હતી કે પોતાના ફૂલ જેવા દીકરાને તરછોડી દીધો. પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!