અમદાવાદમાં એવા તો કોના લગ્ન યોજાયા હતા કે જેમાં કલેક્ટર, ન્યાયાધીશ, MLA અને ACP જેવી મોટી મોટી હસ્તીઓ હાજર રહી હતી.

હાલ કોરોના કારમાં લગ્ન કરવાની રીત જ બદલાઈ ગઈ છે. પોલીસ આવા ટાઈમે કોરોના નિયમો માટે આંટા ફેરા કરતી હોય છે. પણ આજે અમે તમને એક આવા લગ્ન વિષે જણાવીશું કે જેમાં કલેટકર, મોટા મોટા પોલીસ અધિકારી અને નેતાઓ અને સિનિયર પહોંચી ગયા હતા.

જો સમાજમાં બધા લોકો સાથે મળીને કામ કરે તો બધા કામ કેવા સરળ રીતે પતિ જાય. અમદાવાદમાં 2 મહિના પહેલા એવા લગ્ન થયા હતા કે જેમાં જિલ્લા કલેક્ટર, ન્યાયાધીશ, પોલીસ અધિકારી અને નેતાઓ અને સિનિયર વકીલો શામિલ થયા હતા.

લગ્નમાં પહોંચીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. કારણ કે જે દીકરીના લગ્ન થઇ રહ્યા હતા એ અનાથ હતી. આ છોકરીનું નામ શિવાની છે. તે બિનવારસી મળી આવી હતી. તેને પોતાનું આખું જીવન બાળ સંરક્ષણ ગૃહમાં વિતાવ્યું હતું અને ત્યાંજ મોટી થઇ હતી. તેને મોડાસાના એક એન્જીનીર યુવક સાથે લગ્ન કર્યા છે.

માટે આ અનાથ દીકરીનું કન્યા દાન અને તેને પરિવારની ખોટ ન વર્તાય એ માટે તેના લગ્નમાં જિલ્લા કલેક્ટર, ન્યાયાધીશ, પોલીસ અધિકારી અને નેતાઓ શામિલ થયા હતા અને આ અનાથ દીકરીના મોડાસાના એન્જીનીર યુવક સાથે લગ્ન કરાવ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

અધિકારીઓએ આ અનાથ દીકરીના માતા પિતા બનીને બધીજ ફરજો બજાવી હતી. હાલ આ ઘટનના ફોટા સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહયા છે. લોકો આ અધિકારીઓનું ખુબજ પ્રશંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!