વિધવા માં દિવસના ૨૫ રૂપિયા કમાઈ 4 બાળકોનું પેટ ભરે છે. તેમના જ ગામની એક મહિલાએ એક જ રાતમાં તેમનું આખું જીવન બદલી નાખ્યું.

આજે એમ તમને એક એવા પરિવાર વિષે જણાવીશું કે તે ઘરના બાળકોએ કદી નવા કપડાં નથી પહેર્યા. આ પરિવારમાં એક વિધવામાં અને તેના 4 બાળકો છે. વિધવા માં રૂ કાંતિ કાંતિને દિવસના 25 રૂપિયા કમાય છે.

આ 25 રૂપિયામાં એ 10 રૂપિયાની દાળ, 10 રૂપિયાના ભાત અને 5 રૂપિયાનું તેલ લાવીને પોતાનું અને બાળકોનું પેટ ભરે છે. આજના સમયમાં 25 રૂપિયામાં કોનું પેટ ભરાય છે.

આ પરિવાર બિહારના એક ગામનો છે. આ મહિલાના પતિનું 4 વર્ષ પહેલા નિધન થયું હતું. ત્યારથી આ વિધવા મહિલા પોતાના 4 બાળકોને મજૂરી કરીને ખવડાવી રહી છે. આ પરિવારની આવી દયનિય હાલત જોઈને ગામની એક મહિલાએ તેમના પરિવારનો વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

લોકોએ આ પરિવારની હાલત જોઈને તેમનાથી બનતી મદદ કરી.જે મહિલા દિવસના 25 રૂપિયા કમાતી હતી તેમના પરિવાર માટે 28 હજાર રુપિયાનું દાન આવ્યું. આ પૈસાથી આ મહિલાના છોકરાઓ કોઈ દિવસ નવા કપડાં નહતા પહેર્યા તેમને નવા પકડ અને પગમાં ચપ્પલ મળ્યા. 10 રૂપિયાની દાળમાં પાણી ઉમેરીને આ પરિવાર ખાતો હતો તેમને ૧ વર્ષનું કરિયાણું આપવામાં આવ્યું.

તેમના બાળકો માટે એક સાઇકલ આપી જેથી તેમના બાળકોને સ્કૂલે આવતા જવા મદદ મળે. આખા ગામના બાળકો સાઇકલ પર સ્કૂલે જતા હતા અને આ બાળકો ચાલી ને જતા હતા.

વધેલા 15 હજાર રૂપિયા જયારે વિધવા માને આપવામાં આવ્યા ત્યારે રોવા લાગી કે આટલા રૂપિયાતો મેં મારી આખી જિંદગીમાં નથી જોયા સ્વાભવિક વાત છે. જે દિવસના 25 રૂપિયા કમાતું હોય એના માટે 15 હજાર 1 કરોડ બરાબર છે . ગામની એક મહિલા તેમના માટે દેવદૂત બનીને આવી અને આખા પરિવારનું રાતમાં નસીબ બદલી નાખ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!