અમદાવાદના એક જ પરિવારના 10 સભ્યોએ પ્લાઝમા ડોનેટ કરીને ઘણા લોકોના જીવ બચાવીને માનવતાનું ઉચ્ચ ઉદાહરણ બેસાડ્યું.
અમદાવાદના શાહ પરિવારે લોકો માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. આ પરિવારના 11 લોકો માંથી 10 લોકો કોરોનાથી સંક્રમિત હતા અને તેમને કોરોનાને હરાવીને બીજા લોકોનું જીવન બચાવવા માટે આ 10 એ 10 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. આ પરિવારના બધા સભ્યો પ્લાઝ્મા ડોનેટ કર્યા પછી સ્વસ્થ છે અને આ આખો પરિવાર હાલ ગૌરવ અનુભવી રહ્યો છે.
પરિવારે પોતાના ભૂતકાળના સમયમાં અનુભવેલી મેડિકલ કન્ડિશનના કારણે તેમને અહેસાસ થયો કે આપણે પણ આવી સ્થિતિમાંલોકોની મદદ કરવી જોઈએ માટે તેમના પરિવારના કુલ 11 લોકો માંથી
10 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. પ્લાઝમા એ લોહોની પ્રવાહિત ભાગ છે જેની મદદથી શરીરમાં એન્ટીબોડી બને છે. કોઈ પણ વાઇરસ જયારે શરીરમાં એટેક કરે ત્યારે પ્લાઝમા એન્ટીબોડી બનાવે છે.
જો પ્લાઝમા શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટિબોડી બનવી લે તો વાઇરસ અસર ના કરી શકે. જે પણ વ્યક્તિ કોરોનાથી સાજો થયો હોય એના શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટિબોડી હોય છે.
પ્લાઝમા ડોનેશનમાં કોઈ જ પ્રકારની વીકનેસ નથી થતી. શાહ પરિવારના 11 લોકો માંથી 10 લોકો કોરોના સંક્રમિત હતા અને બધાએ કોરોનાને હરાવીને સાજા પણ થયા હતા. પરિવારને થયું કે જે રીતે રાજ્ય અને દેશની પરિસ્થિતિ કોરોનાને કારણે બગડતી જાય છે એવામાં જો આપણે પ્લાઝ્મા ડોનેટ કરીએ તો ઘણા લોકોના જીવ બચી જશે.