ભાઈ બહેને એક સાથે જોયેલું સપનું એક સાથે પૂરું કર્યું, પોતાના પ્રથમ પ્રયાસમાં જ ભાઈ બહેને CA ની પરીક્ષા પાસ કરીને માતા પિતાનું નામ આખા દેશમાં રોશન કર્યું.

મિત્રો તમે એ કહેવત તો સાંભરી હશે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો તમારા માટે આ દુનિયાનું કોઈ કામ અશક્ય નથી આવું જ એક ઉત્તમ ઉદાહર આ ભાઈ બહેને બેસાડ્યું છે. બિહારના નંદિની અગ્રવાલ અને તેનો ભાઈ સચિન અગ્રવાલે એક સાથે CA ની પરીક્ષામાં પાસ કરીને એક મોટું મુકામ હાસિલ કર્યું છે. આ પરીક્ષામાં બહેન નંદિની અગ્રવાલે આખા દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ભાઈ સચિન અગ્રવાલે પણ આ પરીક્ષામાં ૧૮ મુ સ્થાન મેળવીને માતા પિતાનું નામ રોશન કર્યું છે. ભાઈ બહેનનું કહેવું છે કે તે બંને ભણવામાં પહેલાથી જ હોશિયાર હતા. તેમને પોતાના બી.કોમના અભ્યાસ સાથે સાથે બંનેએ CA ની પરીક્ષાની તૈયારી પણ ચાલુ કરી હતી.

બંને સાથે જ ભણવા માટે બેસતા હતા. ભાઈ બહેનનું કહેવું છે કે તે દિવસના ૧૪ કલાકથી પણ વધારે સમય CA ની પરીક્ષા પાછળ આપતા હતા. આ પહેલા પણ આ ભાઈ બહેનની જોડીએ ગણી પરીક્ષાઓ પાસ કરી છે, પણ બંનેનું સપનું હતું કે તે CA બંને અને બંને એ એક સાથે જોયેલું સપનું એક સાથે જ પૂરું કર્યું હતું. ભાઈ બહેનની જોડીએ પોતાના પ્રથમ પ્રયાસ માજા આ પરીક્ષા પાસ કરી લીધી હતી.

આજે આ ભાઈ બહેને પોતાના માતા પિતાનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. માતા પિતા પણ પોતાના બંને બાળકોની સફળતાથી ગર્વ મહેસુસ કરી રહયા છે. આવી પરીક્ષાઓમાં લાખો વિદ્યાર્થી ભાગ લે છે,

પણ અમુક બે થી ત્રણ પ્રયાસ કર્યા પછી પણ તે પાસ નથી કરી શકતા અને પછી થાકીને પરીક્ષાની તૈયારી છોડી દેતા હોય છે. પણ આ ભાઈ બહેન પોતાના પ્રથમ પ્રયાસમાં જ પોતાની CA ની પરીક્ષા પાસ કરીને વિક્રમ સર્જી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!