આજે કરોડોની સંપત્તિના માલિક નટુકાકા એ એક સમયે ઘરનું ભાડું અને છોકરાઓની સ્કૂલ ફી ભરવા માટે પાડોશી સામે હાથ ફેલાવેલા છે.
સૌથી લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષોથી ઘરે ઘરે મોનોરંજન પૂરું પાડી રહ્યો છે. દરેક ઉંમરના લોકો આ સીરિયલના ચાહક છે. આ સિરિયલના પાત્રો આજે ઘરે ઘરે ફેમસ થઇ ગયા છે અને લોકોના દિલમાં એક જગ્યા બનાવી દીધી છે. આજે અમે તમને આ સીરિયલના લોકપ્રિય પાત્ર નટુકાકા વિષે જણાવા જઈ રહ્યા છીએ.
નટુકાકાનું અસલી નામ ઘનશ્યામ નાયક છે. તેમની ઘણી સિરિયલો સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નટુકાકાએ અત્યાર સુધી 350 જેટલી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે.
આ સાથે સાથે તેમને ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નટુકાકા કહે છે કે તેમનું શરુઆતનું જીવન ખુબજ મુશ્કેલી ભર્યું હતું પણ તેમને કદી પાછળ ફરીને જોયું નથી. તેમને સખત મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.
નટુકાકાએ તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું જતું કે જયારે હું આ ફિલ્ડ માં નવો આવ્યો ત્યારે પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી. કામ પણ જોવે એવું નહતું મળતું અને ખુબજ આર્થિક તંગીનો સામનો કરી તેમાંથી પસાર થયો હતો.
ઘણીવારતો કામનો પગાર પણ નહતો મળતો. એના કારણે ઘણી રાતો ખાધા પીધા વગર વિતાવી છે. કેટલીકવાર ખાલી 3 રૂપિયામાં માટે 24 કલાક સુધી કામ કરેલું છે. તેમને કહ્યું કે એ સમયે મારી પાસે મકાનનું ભાડું અને બાળકોની ફી ભરવાના પણ પૈસા ન હતા એવા સમયે પાડોશી પાસે જઈને પૈસા માંગેલા છે. આજે નટુકાકાના મુંબઈમાં 2 ઘર છે અને આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે.