આ પિતા તેના દીકરાઓના મૃત્યુ થયા પછી, ડોક્ટરને કહી રહ્યો છે કે મારો જીવ લઇ લો પણ મારા દીકરાઓને જીવતા કરી દો..

હાલમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિનપ્રતિદિન સતત વધારો થતો જ રહે છે, તેવામાં કેટલાય પરિવારો વેર-વિખુટા પડી જતા હોય છે. આ અકસ્માતો એવા થતા હોય છે કે, જેમાં આખે આખા પરિવારો ઉજડીજતા હોય છે. હાલમાં એક મોટો અકસ્માત કાનપુરમાં મંગળવારે રાત્રે એસી બસ અને ટેમ્પોની વચ્ચે થયો છે. તે અકસ્માતમાં એક જ ગામના ૧૮ લોકોનાં મોત થયા હતા.

આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ આખા ગામમાં ચકચાર મચી ગઈ છે. ધનીરામ અને તેના પરિવારજનોને તેમના પ્રિયજનોને ગુમાવવાના દુખમાં લોકોમાં સૌથી વધુ પીડા સહન કરવી પડી છે.

આ અકસ્માતમાં ધનીરામના ૫ માંથી ૩ પુત્રો મૃત્યુ પામ્યા હતા. એક પિતા તેમના બાળકોના મૃત દેહને જોઈને ખુબ રડવા લાગ્યા હતા. ડોક્ટરોને કહેવા લાગ્યા મારો જીવ લઇ લો પણ મારા દીકરાઓને જીવિત કરી દો. મારા ત્રણ દીકરાઓની એક સાથે કેવી રીતે એક ખભાથી ઊંચકીશ.

પરિવારના સભ્યો કે તેઓએ તેમના સ્વજનોને ગુમાવ્યા હતા અને તેઓ હતાશ થઇ ગયા હતા. આ અકસ્માત એટલો બધો ગંભીર થયો હતો કે જેથી કેટલાય લોકોના ચહેરાઓ પણ ઓરખાતા નહતા અને તેમના સંબંધીઓ અને તેમના પ્રિયજનોની ઓળખ નહતી કરી શક્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!