છેલ્લા 1 વર્ષથી ધંધા રોજગાર બંધ હોવાથી આ મજબુર પિતા પોતાની દીકરીને દૂધમાં પાણી ભેળવીને પીવડાવવા માટે મજબુર બની ગયો છે. અને કહી રહ્યો છે કે આજે મને મારા પર શરમ આવી રહી છે.

એક બાપ કે જે આજે પોતાની છોકરીને 2 ટાઈમ દૂધ પીવડાવવા માટે અસમર્થ છે. આ પિતાનું નામ શમશેર છે. જે મધ્યપ્રદેશના રહેવાસી છે. જેમનુ કોરોનાના કારણે મજૂરી કામ પાછલા એક વર્ષથી બંધ છે.

લોકડાઉન પહેલા જે કામ કર્યું હતું એ 3 મહિનાના પૈસા પણ નથી મળ્યા. શમશેર જે જગ્યા પર મજૂરી કરતો હતો તે ઠેકેદાર બધા પસીએ લઈને રફ્ફુ ચક્કર થઇ ગયો છે.પાછલા 4 મહિનાથી તેમને ઘરનું ભાડું પણ નથી ચુકવ્યું.

આજે શમશેર પાસે કોઈ કામ નથી. શમશેર કહે છે કે હું ભૂખ્યો રહી લઈશ પણ મારી દીકરીને કઈ રીતે ભૂખી રાખી શકું. મને આજે પોતાના પર શરમ આવે છે કે હું મારી દીકરીને એક ટાઈમ સરખું દૂધ પણ નથી પીવડાવી શકતો.

500 ગ્રામ દૂધ લાવીને તેમાં પાણી મેળવીને અત્યારે હું મારી દીકરીને પીવડાવું છુ. મેં અને મારી પત્નીએ એવા દિવસો પણ જોયા છે કે અમને 3 દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું.

શમશેર મહિને 9000 હાજર રૂપિયા કમાતા હતા અને 3 મહિનાનો પગારતો મળ્યો જ નથી. આજે તેમની પાસે કોઈ કામ નથી. શમશેરનું કહેવું છે કે હું ભૂખ્યો રહી લઈશ પણ મારી દીકરી અને પત્નીને ખાવાનું મળી જાય.

પાડોશીઓ પણ તેમનાથી બનતી મદદ કરે છે પણ એ પણ કેટલા દિવસ કરી શકે. દૂધ વેંચતા વ્યક્તિને આમના પર તરસ આવી તો તે મફતમાં રોજ 500 ગ્રામ દૂધ બાળકીને પીવા માટે આવે છે. પણ બાળકીને રોજ 1 લીટર જેટલું દૂધ જોઈએ માટે મજબુર માતા પિતા દૂધમાં પાણી ભેળવીને બાળકીને પીવડાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!