ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં કોરોનાના હાલમાં એક પણ કેસ નથી નોંધાયા, જાણો એ કયું ગામ છે ?
આપણા આખા દેશભરમાં કોરોનાએ બીજી વાર માથું ઊંચક્યું છે, જેથી કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મરી રહ્યા. કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવા છતાં પણ તેમને ઓક્સિજનનીએ અછત વર્તાઈ રહી છે. આવા કપળા સમયની અંદર દર્દીઓની સાથે સાથે તેમના પરિવારજનોએ ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ કોરોનાની જંગને હરાવવાની માટે સરકાર હાલમાં કેટલીક કડક ગાઈડલાઈનો પણ જારી કરી રહી છે. આ ગાઇડલાઇનનું કડકપણે પાલન કરીને ગુજરાતના કેટલાક ગામડાઓ સરકારની આ ગાઇડલાઇનનો અમલ કરીને કોરોનાને તેમના ગામમાં ઘુસવા નથી દીધો. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું રતનગઢ ગામમાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી.
આ ગામમાં કોરોનાના કેસ ના આવવા પાછળનું કારણએ આ ગામના લોકોની જાગૃતતા જ છે. આ ખોબા જેવા ગામમાં લોકો ખેતી અને પશુપાલનનો ઉદ્યોગ કરીને તેમનું ગુજરાન ચલાવે છે.
તેની સાથે સાથે આ ગામના લોકો કોરોનાની ગાઈડ લાઈન સાથે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરીને ગામમાં કોરોનાને ઘુસવા નથી દીધો. ગામના પણ કેટલાક કડક નિયમો બનાવાયા છે,
જેનું ગામના લોકો અચૂક પણે પાલન પણ કરે છે. જો કોઈ વ્યક્તિને કરિયાણું લેવા જવું હોય તો પણ માસ્ક અને સૅનેટાઇઝર વાપરે છે, જેથી કરીને આ ગામના લોકોએ કોરોનાને ગામમાં ઘુસવા નથી દીધો.