ઊંઝાના ૧૮ મિત્રોએ પોતાના એક મિત્રની યાદમાં જરૂરિયાત મંદ દર્દીઓને મફતમાં ઓક્સિજન આપી રહ્યા છે.
ઊંઝામાં ૭ વર્ષ પહેલા એક મિત્રને ફેફસાની બીમારીથી ગુમાવનારા 18 જેટલા મિત્રોએ મળીને મિત્રની યાદમાં ફ્રી માં ઓક્સિજન આપવાનો નિર્ણય લીધો હતો.જે હાલ કોરોનાના કપરા સમયમાં અનેક લોકોનો જીવ બચાવી રહ્યો છે.
કમલેશ ભાઈ પટેલનું લાંબા સમયથી ફેફસાની બીમારીથી પીડાવાના કારણે મૃત્યુ થયું હતું.ત્યારે કમલેશ ભાઈના 18 જેટલા મિત્રોએ નક્કી કર્યું હતું કે મિત્ર કમલેશને જે તકલીફ પડી હતી એ પૈસાના આભાવે કોઈ બીજાને ન પડે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સંચાલકના જણાવ્યા અનુસાર કોરોનામાં લોકોને ફેફસાની તકલીફ મેન હોય છે.તો કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજનની ખુબજ માંગ હોય છે.સંસ્થા દ્વારા લાગે કે આ વ્યક્તિને પહેલા જરૂર છે
એને વહેલી તકે ઓક્સિજન આપવામાં આવે છે.૭ વર્ષ પહેલા અમે આ સેવા આપવાની ચાલુ કરી હતી એટલે અમને ખ્યાલ ન હતો કે આવી કોઈ બીમારી આવશે અને અમારી સંસ્થા લોકો માટે ખુબજ ઉપયોગી નીવડી શકશે.
માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા આ સેવા પુરી પાડવામાં આવે છે તેનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.કોરોના મહામારીમાં અનેક જગ્યાએ તાપસ કરવા છતાં પણ ઓક્સિજન નથી મળી રહ્યો ત્યારે આ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજનની સેવા પુરી પાડવામાં આવે છે.આ ટ્રસ્ટ દ્વારા ખાલી ઊંઝામાં જ નહી પણ સમગ્ર ગુજરાતમાં આ સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે.