એક માતા તેના દિકરાથી કંટારી ગઈ છે, જેથી ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે ભગવાન આવતા જન્મમાં ૭ દીકરીઓ આપજે પણ આવો દીકરો ના આપતા જાણો આ માતાની વેદના…
આપણી આ દુનિયામાં માં એક એવી વ્યક્તિ છે કે, તેને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. આ માતા તેના બાળકોનું પેટ અને જરૂરિયાતોને પુરી કરવા માટે તેનાથી થતું બધું જ કરે છે. તેવો જ એક કિસ્સો રાજકોટ શહેરનો છે જેમાં આ માતાનું નામ ઉષાબેન છે. તેઓ તેમનું અને દીકરાનું ગુજરાન ચલાવવા માટે પેટે પાટા બાંધીને મહેનત કરે છે.
આ ઉષાબેન અને તેમનો દીકરો બન્ને જ પરિવારમાં છે તેમના પતિ ૧૫ વર્ષ પહેલા ભગવાનના ઘરે જતા રહ્યા છે. આ ઉષાબેન તેમનું ગુજરાન ચલાવવા માટે અનાજ ચારવા દુકાનોમાં જાય છે અને અનાજ ચારે છે.
અનાજ ચારીને મહિને ૪૦૦૦ રૂપિયા કમાય છે જેમાંથી તેમનું ઘર ચલાવે છે અને ૧૫૦૦ રૂપિયાની દવા થાય છે. તેમને થાઇરોડની બીમારી છે, તેમનો દીકરો નોકરી કરે છે. ઉષાબેન એવું કહે છે કે, આ તેમનો દીકરો ૩૦ વર્ષનો છે અને તે નોકરી કરે છે.
તે નોકરી કરે છે તેમાંથી મને એક રૂપિયોએ આપતો નથી, કેટલીય વાર તે દારૂ પીને આવે છે, તે દિવસે ગાળા ગાળી પણ કરે છે. કેટલીક વાર તો મને ઘરની બહાર કાઢી મૂકે છે, પણ મને અહીંની ફરિયાવાળા બચાવી લે છે.
હું તેની માટે ગરમ ખાવાનું બનાવીને ખવડાવવું છું, અને હું જાતે વાસી ખાઈ લાઉ છું. તે સવારે નોકરી જાય તે વખતે તેને શક રોટલી ટિફિનમાં ભરી આપું છું અને હું ગમે તે ખાઈ લાઉ છું. તેમ છતાં કોઈક વાર હું બીમાર પડું તો એ એમ જ કે છે તું મરી જાય તો સારું.
આ ઉષાબેન એવું પણ કહે છે કે, ભગવાન કોઈને એવો દીકરો ના આપતા એના કરતા ૭ દીકરી આપજો જે એક માતાની સામે તો જોવે. આ ઉષાબેનને જો કોઈ આપે તો લે છે નઈ તો જાતે જ મહેનત કરીને પેટ ભરે છે. તેઓ તેમના દીકરાની માટે આટલું બધું કરે છે પણ તેમનો દીકરો તેમની સાથે ખરાબ વર્તન કરે છે.