એક માં કોરોનાથી મૃત્યુ પામેલા પોતાના પુત્રને છેલ્લા 6 મહિનાથી હોસ્પિટલની બહાર જઈને વિડીયો કોલ કરી ને તેના સમાચાર પૂછે છે.
અમદાવાદથી એક હૃદય કંપાવી દે એવી ઘટના સામે આવી છે. જેને જાણીને તમે પણ ચોક્કસ પણે રોઈ પડશો. એક મા છેલ્લા 6 મહિનાથી કોરોનાથી મૃત્યુ પામેલા પોતાના પુત્રને દરરોજ વિડીયો કોલ કરે છે અને કેમ છે એમ પૂછે છે.
આ મહિલાનું નામ પૂનમ બેન છે 6 મહિના પહેલા તેમના પુત્રનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તો પણ દરરોજ તે કોવીડ હોસ્પિટલની બહાર જાય છે અને તેના દીકરાને વિડીયો કોલ કરે છે અને કેમ છે મજામાં છે તને સારું છે એમ પૂછી ને ઘરે પાછા આવી જાય છે.
પૂનમ બેનના દીકરાનું નામ મહેન્દ્ર હતું અને તે નારોલમાં એક પાર્લર ચલાવતા હતા. પૂનમ બેન દરરોજ હોસ્પિટલની બહાર જઈને તેમના દીકરાને વિડીયો કોલ કરે છે. મીડિયાએ આની તાપસ કરીતો તેમના પરિવારના બીજા સભ્યોથી જાણવા મળ્યું કે જયારે પૂનમ બેને તેમના દીકરા સાથે છેલ્લી વાત કરી હતી
ત્યારે તે વિડીયો કોલ રેકોર્ડ થઇ ગયો હતો અને તે જયારે પણ પોતાના પુત્રને વિડીયો કોલ કરે છે ત્યારે અમે તેમને આ રેકોર્ડિંગ બતાવીએ છીએ અને વાત કર્યા પછી તેઓ ઘરે પરત આવી જાય છે.
જયારે એક માતા પોતાના સંતાનને ગુમાવે છે ત્યારે એનાથી વધુ કરુણ એના માટે આ દુનિયામાં બીજું કઈ નથી. પૂનમ બેન પોતાના પુત્રને ખુબજ પ્રેમ કરતા હતા તેથી જ પૂનમ બેન સ્વીકારી નથી શકતા કે તેમના પુત્રનું મોત થઇ ગયું છે. આ સમય ઘરે રહીને સેફ રહેવાનો છે અમે પણ ઘણા લોકોના સ્વજનોને મૃત્યુ પામતા નજરે જોયા છે. અત્યારની પરિસ્થિતિ ખુબજ વિકટ છે.