ફક્ત આ એક જ વસ્તુએ ૩૫ ગરીબ માછીમારોને એક જ રાતમાં કરોડપતિ બનાવી દીધા.

આ વાત છે ફક્ત એક જ દિવસની કે જેને ગરીબ માછીમારોનું જીવન બદલી નાખ્યું. દક્ષિણ યમનમાં રહેતા 35 ગરીબ માછીમારોને દરિયામાં મરેલી વેલ માછલી મળી આવી.

જેમાંથી તેમને અંદાજિત 10 કરોડથી પણ વધુની કિંમત નો એક પદાર્થ મળી આવ્યો. જેને રાતો રાત આ 35 ગરીબ માછીમારોનું જીવન બદલી નાખ્યું. આ પદાર્થને એમ્બર ગ્રીસ કહેવામાં આવે છે.

એમ્બર ગ્રીસ એક દુર્લભ અને કિંમતી પદાર્થ છે. જેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે. આ માછીમારોને સમાચાર મળ્યા હતા કે દરિયામાં એક મરેલી વેલ માછલી છે અને તેમાં એમ્બર ગ્રીસ હોઈ શકે છે. જયારે તેઓ વેલ માછલી જોડે પહોંચ્યા ત્યારે તેની આજુ બાજુ સુગંધ પ્રસરી ગઈ હતી ત્યારે અમને લાગ્યું કે આ વેલ પાસે એમ્બર ગ્રીસ હોઈ શકે છે.

આ પછી માછીમારો વેલને દરિયા કિનારે લાવ્યા અને તેનામાં થી તેમને એમ્બર ગ્રીસ મળ્યું. આ જોતાંની સાથે જ બધા માછીમારો ખુશ થઇ ગયા કારણ કે આ બધા એક જ ઝટકામાં કરોડપતિ બની ગયા હતા.

તેમને આટલી કિંમત વિષે કદી વિચાર્યું પણ નહિ હોય યમનમાં ઘણા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે. યમનની 80 ટાકાથી પણ વધારે લોકો ભૂખમરાની સામનો કરી રહ્યા છે. આ વસ્તુએ તો આ માછીમારોનું જીવન બદલી નાખ્યું છે.

એમ્બર ગ્રીસ એક ચીકણો પદાર્થ છે. તેનો ઉપયોગ દવા અને અમુક પ્રકારનું તેલ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તેમનાથી મરેલા પૈસા માછીમારોમાં સરખા ભાગે વહેંચવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!