એક આઈડિયા કે જેને લીધે આ ગામે કોરોનાને હરાવ્યો… બધા ગામોએ આવું કરવું જોઈએ.

હાલ આખો દેશ કોરોનાની બીજી લહેર સામે જજુમી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યાર વડોદરાના દુધવાડા ગામે એવું મોડલ અપનાવ્યું છે કે જેને લીધે આ ગામ કોરોનાથી મુકત થવાના આરે છે.

હાલ આ ગામમાં કોરોનાના 2 કેસ જ છે. આ ગામમાં કુલ 2500 વસ્તી છે. આ ગામે કોરોનાને હરાવવા માટે એવા મોડલો અપનાવ્યા છે કે જે ગામ માટે ફાયદાકારક સાબિત થયા.

ગામના સરપંચ અને યુવાનોએ એક ટિમ બનાવી કોરોના અંગે જાગૂતિ અને તેનાથી બચવા માટે લોકોને માહિતગાર કરવા માટેની જવાબદારી સંભારી. ગામના સરપંચે જણાવ્યું કે સરકાર દ્વારા જે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે

તેનું યોગ્ય પાલન થયા એ માટે અમે ખાસ ચોકસાઈ રાખી છે. જેમકે માસ્ક પહેરવું, સોસીયલ ડિસ્ટન્સ, રસીકરણ આ બધી ગાઈડ લાઇનને રોકીને અમે આજે કોરોનાને મહદ અંશે રોકી શક્યા છીએ.

આ અંગે ગામની આરોગ્ય ટીમે પણ લોકોની ખુબજ સેવા કરી છે. લોકોને ઘરે જઈને કોરોના અંગે માહિતગાર કર્યા હતા અને બીમાર લોકોની સેવા કરી છે અને લોકોને ઘરે ઘરે જઈને કોરોના અંગે વધુ માહિતગાર કરીએ છીએ.

આ સાથે ગામમાં થતા લગ્ન પ્રસંગોમાં પણ યુવાનોની એક ટિમ હાજર રહેતી અને સોસીયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાતા. દુધવાડા ગામમાં 80 ટકા લોકોનું રસીકરણ થઇ ગયું છે. આ બાબતોનું ધ્યાન રાખીને દુધવાડા ગામે કોરોનાને હરાવ્યો.

error: Content is protected !!