આ જવાન એક દિવસ પછી ઘરે રજા લઈને આવવાના હતા પણ તેની પહેલા જ તેમના પરિવારને જવાનની શહાદતના સમાચાર મળ્યા તો તેમનો આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

આપણે બધા સલામત રીતે દેશમાં એટલે રહી શકીએ છીએ કેમ કે આપણી સેનાના જવાનો ચોવીસે કલાક દેશની સેવા કરતા હોય છે અને રક્ષા કરતા હોય છે. જો કોઈ સમયે આપણી સેનાના જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ જાય તો તેની દુઃખ આપણને બધાને થતું હોય છે, આજે આપણે એક એવા જ શહીદ જવાન વિષે જાણીએ જેઓ દેશની અને દેશના લોકોની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા હતા.

હાલમાં તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે, આ જવાનનું નામ મેજર અનુજ સુદ છે, તેઓ દેશની સેવા કરતા શહીદ થઇ ગયા છે. તેઓ મૂળ ચંદીગઢના હતા અને હડવાડામાં ફરજ બજાવતા હતા. આ જવાનના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તેમના પત્ની પુણેમાં કોઈ કંપનીમાં ફરજ બજાવતા હતા.

આ જવાન ત્રણ મેં ૨૦૨૦ ના રોજ તેઓ ઘરે આવવાના હતા પણ તેની પહેલા જ દેશની સેવા કરતા કરતા શહીદ થયા ગયા હતા. જવાનની શહીદીના સમાચાર પરિવારને મળતાની સાથે જ બધા જ લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા અને તેઓ એવું કહીને રડતા હતા કે કાલે તો તે ઘરે આવવાના છે અને આ થઇ ગયું આમ કહી કહીને સતત રડતા જ રહ્યા હતા.

આ શહીદ જવાનનો પાર્થિવ દેહને વતને લાવીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેની પહેલા જ તેમના પત્ની આકૃતિ પણ તેમના પાર્થિવ દેહની સામે ઉભા ઉભા રડી રહી હતી. આ જોઈને શહીદ જવાને અંતિમ વિદાય આપવા માટે આવેલા લોકો પણ ભાવુક થઇ ગયા હતા. ત્યાર પછી બધા જ લોકોએ ભેગા થઈને આ જવાનને ભીની આંખે અંતિમ વિદાય આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!