બે દીકરાઓને મૂકીને તેમના માં-બાપ જતા રહ્યા તો, આ દાદીમા જ બન્યા તેમના પૌત્રોની માટે માં-બાપ…

આ દુનિયા ખુબ જ સ્વાર્થી બની ગઈ છે, તેની વચ્ચે આ કોરોનાની મહામારીમાં તો વધારે લોકો સ્વાર્થી બની ગયા છે. કેટલાય એવા પરિવારો છે કે જેમાં જો કોઈ પરિવારનો વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામે તો તેને કાંધ પણ નથી આપતા.

આતો ખાલી એક જ વાત છે એવા તો કેટલાય લોકો હશે જે બીજી કેટલીય રીતે પોતાનો જ સ્વાર્થ જોતા હોય છે. તેની વચ્ચે આજે આપણે એવી જ એક વાત જાણીએ કે જ્યાં એક માં-બાપ પોતાના જ બે દીકરાઓને મૂકીને જતા રહ્યા.

આ એક પરિવાર જેમાં એક દાદીમા અને તેમના બે પૌત્રોની સાથે એક ઝુંડીમાં રહે છે, દાદીમાનું નામ કમળાબેન છે. તેમના પતિનું ઘણા વર્ષો પહેલા જ નિધન થઇ ગયું હતું, ત્યારબાદ તેઓ તેમના દીકરા, વહુ અને આ બે પૌત્રોની સાથે રહેતા હતા.

તેમાં આ બંને છોકરાઓની મમ્મી જતી રહી અને તેની પાછળ પાછળ આ છોકરાઓના પપ્પા પણ જતા રહ્યા હતા. આ બંને છોકરાઓનું ધ્યાન હાલમાં આ દાદીમા કરે છે. દાદીમા હાલમાં માંગી માંગીને તેમના આ બે પૌત્રોને ખવડાવે છે અને તેમનું પણ ગુજરાન ચલાવે છે.

આ દાદીમાનું એવું કહેવું છે કે, હું ભીખ માંગીને આ બે છોકરાઓને ખવડાવું છું, બંને છોકરાઓને એક-એક કરીને સાથે ભીખ માંગવા લઇ જાઉં છું. આ બંને છોકરાઓના માં-બાપ અમને મૂકીને જતા રહ્યાને એ આજે ૧૫ મહિના થવા આવ્યા. દાદીમા એવું કહે છે કે,

આ છોકરાઓની માટે હાલમાં હું જ માં અને બાપ છું. હું માંગવાની સાથે સાથે રૂ વીણવા માટે પણ ખેતરમાં મજૂરી જાઉં છું. અમે ત્રણેય આવી ખેત મજૂરી કરીએ છીએ અને સાંજે ૫૦-૧૦૦ રૂપિયા લાવીએ અને તેનું કંઈક ખાઈએ છીએ.

આ સ્વારથીલા માં-બાપ જેઓએ તેમના દીકરાઓનો વિચાર જ ના કર્યો અને તેમને મૂકીને જતા રહ્યા છે, જેથી આ દાદીમા તેમના પરિવારના ભરણપોષણની માટે બહુ જ મોટી મહેનત કરે છે અને તેઓનું ગુજરાન ચલાવે છે.

error: Content is protected !!