એક મજબુર પિતા જે તેની પોતાની દીકરીનો મૃતદેહ ખભા ઉપર સ્મશાને લઈ ગયો, ઉછીના પૈસા લઈને લાકડા ખરીદ્યા અને અંતિમ સંસ્કાર કર્યા…

આપણા દેશમાં કોરોનાની બીજી ઘાતકી લહેરે હાહાકાર મચાવી દીધો છે. જેમાં એવા કેટલાય દ્રશ્યો સર્જાયા છે કે જેને જોઈને ભલભલાની આંખોમાંથી પાણી આવી ગયા છે. તેવામાં એક એવો જ કિસ્સો પંજાબના જલંધરનો છે, જેને જોઈને સૌકોઈ હાલી જશે.

જેમાં ઓરિસ્સા મૂળના રહેવાસી એવા દલીપ જેઓએ ૧૪ વર્ષની દીકરીના મૃત દેહને લઈને સ્મશાને તેનો અગ્નિ સંસ્કાર કરવા જઈ રહ્યા છે, તેમની સાથે તેમનો પુત્ર પણ છે. દલીપ જલંધરમાં એક પ્લાસ્ટિક કંપનીમાં કામ કરે છે.

૬ મેં ના રોજ તેમની દીકરી સોનુ બીમાર પડી હતી, જેને તેઓ જલંધરની ESI હોસ્પિટલમા લઇ ગયા હતા. જેથી તેને ડોક્ટરના કહેવા પ્રમાણે ગુરુનાનક હોસ્પિટલમાં રેફર કરાઈ હતી અને ત્યાં ૯ મી મેં ના રોજ તેનું મૃત્યુ થયું હતું.

દલીપ એવું જણાવે છે કે, હોસ્પિટલ વાળા જણાવે છે કે તેમની દીકરીનું મૃત્યુ કોરોનાના કારણે થયું છે. સોનુના પિતાજી પાસે તેના અગ્નિ સંસ્કાર કરવાના પણ પૈસા નહતા જેથી તેમના ભાઈ લોકોની પાસેથી ૧૦૦૦ રૂપિયા લઈને સ્મશાનમાં જઈને લાકડા લઇ તેનો અગ્નિ સંસ્કાર કર્યો હતો.

દલીપ એવું જણાવે છે કે, હું તેને ખભા ઉપર લઇ જઈને સ્મશાને ગયો હતો મારો દીકરો મારી પાછળ આવતો હતો. દલીપ તેમની દીકરીને અંતિમ સંસ્કાર કરવાની માટે તે એકલા જ સ્મશાને ગયા હતા.

error: Content is protected !!